Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diu-Daman : વધુ એક કોંગ્રેસ નેતાએ કર્યો બફાટ, જાહેરમાં BJP નેતાને લઈ અપમાનજનક શબ્દોનો કર્યો ઉપયોગ!

લોકસભા ચૂંટણીના (Lok Sabha election) પ્રચાર માટે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, કેટલાક નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાય છે. ત્યારે હવે વધુ એક નેતાએ વિવાદિત નિવેદન આપીને...
diu daman   વધુ એક કોંગ્રેસ નેતાએ કર્યો બફાટ  જાહેરમાં bjp નેતાને લઈ અપમાનજનક શબ્દોનો કર્યો ઉપયોગ

લોકસભા ચૂંટણીના (Lok Sabha election) પ્રચાર માટે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, કેટલાક નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાય છે. ત્યારે હવે વધુ એક નેતાએ વિવાદિત નિવેદન આપીને વિવાદને આમંત્રણ આપ્યુ હોય તેમ લાગી રહ્યું છે. દમણ દીવના (Diu-Daman) કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનું (Ketan Patel) વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, દીવ-દમણમાં સ્થાનિક દીકરા, દીકરીને સરકારી નોકરી મળતી નથી. સાથે જ તેમણે ભાજપ (BJP) સાંસદ લાલુ પટેલને (Lalu Pate) લઈ અપમાનજનક નિવેદન આપ્યું હતું.

Advertisement

દીવ-દમણમાં સ્થાનિક દીકરા, દીકરીને સરકારી નોકરી મળતી નથી : કેતન પટેલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ પહેલા કોંગ્રેસના વધુ એક નેતાએ વિવાદિત નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. દમણ દીવના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે (Ketan Patel) વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, દીવ-દમણમાં ગુજરાતના લોકોને જ સરકારી નોકરી મળી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, દીવ-દમણમાં (Diu-Daman) સ્થાનિક દીકરા, દીકરીને સરકારી નોકરી મળતી નથી. કેતન પટેલ અહીં જ નહીં રોકાયા તેમણે ભાજપ ઉમેદવાર સાંસદ લાલુ પટેલને લઈ પણ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

સાંસદ લાલુ પટેલ માટે આપત્તિજનક શબ્દોનો કર્યો પ્રયોગ

કેતન પટેલે (Ketan Patel) જાહેરમાં ભાજપ ઉમેદવાર સાંસદ લાલુ પટેલને (Lalu Patel) લૂલા અને પાંગળા ગણાવ્યા હતા. દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેતન પટેલે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દમણમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દમણ દીવ બેઠકના કોંગ્રેસના (Congress) ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં જાહેરસભા યોજી હતી, જેમાં તેમણે BJP અને ભાજપના ઉમેદવાર પ્રફૂલ પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા અને પ્રફુલ પટેલ રાજાશાહી જેવું વર્તન કરે છે તેમ જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

Advertisement

આ પણ વાંચો - Shaktisinh Gohil : WHO ની ગાઈડલાઈન અને કોરોના રસી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ, ઉઠાવ્યા આ ગંભીર સવાલ

આ પણ વાંચો - Gujarat First EXCLUSIVE : BJP, ક્ષત્રિય આંદોલન વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ શું કહ્યું ? જુઓ સંપૂર્ણ સંવાદ

Tags :
Advertisement

.