Dhordo : 'ધોરડો' ટેબ્લોનું દિલ્હીમાં સન્માન, રાજ્યનું ગૌરવ વધતા CM અને મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન
દિલ્હીના (Delhi) કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીના રોજ વટ પાડી દેનારી ગુજરાતની ઝાંખી જનતાની પહેલી પસંદ બની છે. ધોરડો, (Dhordo) વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજની થીમ પર તૈયાર કરાયેલા ગુજરાતના ટેબ્લોને 'પીપલ્સ ચોઈસ એવોર્ડ' (People's Choice Award) કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ મળ્યું હતું. તો વળી જ્યૂરી ચોઈસમાં પણ ગુજરાતનો ટેબ્લો બીજા નંબરે રહ્યો હતો. ગુજરાતના આ ગૌરવને 30 જાન્યુઆરીએ રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે સન્માનિત કરાયો.
75મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લૉને પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ અને જજીસ ચોઈસ કેટેગરીમાં દ્વિતીય સ્થાનનું ગૌરવ સન્માન મળ્યું છે, ત્યારે આ ટેબ્લૉના પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ રાજ્યના માહિતી વિભાગની ટીમને… pic.twitter.com/Dg8TRW2i7t
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 31, 2024
દિલ્હીમાં ગુજરાતને મળેલી ટ્રોફી અને પ્રસંશાપત્ર આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સમક્ષ રજૂ કરાયા હતા. ત્યારબાદ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ આ એવોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળે આ ગૌરવ બદલ તમામને અભિનંદન આપ્યા હતા. જણાવી દઈએ કે, 75મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તૂત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ-UNWTO’’ ને (Dhordo) 'પીપલ્સ ચોઈસ એવોર્ડ' કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે. આ ગૌરવ સન્માન તથા જ્યૂરી ચોઈસનું દ્વિતીય ક્રમનું પારિતોષિક નવી દિલ્હીમાં 30 જાન્યુઆરીએ રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતને એનાયત કરવામાં આવ્યું હતું.
ત્યારે આજે એટલે કે બુધવારે ગાંધીનગરમાં (Gandhinagar) આ ગૌરવ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને સીએમના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ અને માહિતી નિયામક ઘિરજ પારેખે ટીમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કર્યા હતા. આ એવોર્ડ ત્યાર બાદ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળે આ ગૌરવ સિદ્ધિને બિરદાવતા માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ પણ વાંચો - Agriculture : રાજ્ય સરકારની ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવમાં કરાયો આટલો વધારો, જાણો વિગત