Dhandhuka kshatriya community: જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં આવશે નહીં, ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે
Dhandhuka kshatriya community: આજરોજ ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મુખ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ક્ષેત્રોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સંમેલમાં મહિપાલ સિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
- સંમેલનમાં રાજ્યના ખૂણે-ખૂણેથી ક્ષત્રિય સમાજના લોકો ઉમડ્યા
- કુલ 7 થી 10 હજાર ક્ષત્રિયો સંમેલનમાં આવ્યા
- ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરી શકે
આ આયોજન ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આશરે રાજ્યમાંથી કુલ 7 થી 10 હજાર ક્ષત્રિયો જોડાવાના હતા. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો અને 17 જેટલા મુખ્ય ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે આ સંમેલનમાં આગળની રણનીતિ વિશે વાત કરવામાં આવી હતી. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં આવશે નહીં. ત્યાં સુધીની સંમેલનમાં રણનીતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે.
ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરી શકે
સંમેલનમાં મહિપાલ સિંહે મીડિયા સામે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરી શકે. આ વિરોધ ક્યા પહોંચશે તે નક્કી નહી. પરંતુ કોઈ પણ સમાજની માતા-બેનો પર આ પ્રકારના કોઈએ નિવેદન આપવા જોઈએ નહીં. જો કોઈ સમાજ આ પ્રકારની ભૂલ કરે તો તે જાતે જ તેની ટિકિટ રદ કરી નાખે છે.
ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગ થશે નહીં
તો સંમેલનમાં પદ્મિની બા વાળાએ કહ્યું હતું કે, રૂપાલાને માફી આજે પણ નહીં અને કાલે પણ નહીં. માફી તો માત્ર ટિકિટ રદ થશે, ત્યારે જ મળશે. આ તો માત્ર હજુ ટ્રેલર છે અને મૂવી બાકી છે. અને મૂવી સૂપર હિટ રહેશે. ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગ થશે નહીં. તો મારૂં અનશન ચાલું છે, અને ચાલું રહેશે.
તો ત્યારે આ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવેલા ધંધુકામાં આ મહાસંમેલન બાદ જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ક્યા સ્તર પર આવીને પહોંચશે. તે ઉપરાંત શું ભાજપ ક્ષત્રિય સમાજની માગ યોગ્યગણી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરશે કે નહીં ?
આ પણ વાંચો: સોમવતી અમાસે કુબેર દાદાના દર્શન કરી શકશો, આટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે Kuber Bhandari Temple
આ પણ વાંચો: KUTCH: ભુજથી જિલ્લાના તમામ મતવિસ્તારોમાં EVM મશીનની સોંપણી કરાઈ
આ પણ વાંચો: Patan Archaic Rituals: પુત્ર પ્રાપ્તિની બાધા પૂરી થતા પ્રાચીન કુવારિકા મંદિરમાં મહિલાઓ ઉમટી