Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Daman : બુકાનીધારીઓએ મોડી રાતે ઘરમાં ઘૂસી BJP નેતાને રહેંસી નાંખ્યા, સગાભાઈ પર શંકાની સોય!

સંઘપ્રદેશ દમણમાંથી (Daman) હચમચાવે એવા સમાચાર સામે આવ્યા છે. કેટલાક અજાણ્યા બુકાનીધારીઓ મોડી રાતે ઘરમાં ઘૂસીને ભાજપ નેતા વિકી કાશીની હત્યા કરી ફરાર થયા હતા. બુકાનીધારીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વિકી કાશીની હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા....
daman   બુકાનીધારીઓએ મોડી રાતે ઘરમાં ઘૂસી bjp નેતાને રહેંસી નાંખ્યા  સગાભાઈ પર શંકાની સોય

સંઘપ્રદેશ દમણમાંથી (Daman) હચમચાવે એવા સમાચાર સામે આવ્યા છે. કેટલાક અજાણ્યા બુકાનીધારીઓ મોડી રાતે ઘરમાં ઘૂસીને ભાજપ નેતા વિકી કાશીની હત્યા કરી ફરાર થયા હતા. બુકાનીધારીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વિકી કાશીની હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

Advertisement

ઘરમાં ઘૂસીને બુકાનીધારીઓએ હુમલો કર્યો

સંઘપ્રદેશ દમણમાં ગઈકાલે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. દમણના પરકોટા વિસ્તારમાં રહેતા અને દમણ જિલ્લા ભાજપના (BJP) ઉપાધ્યક્ષ વિકી કાશીની (Vicky Kashi) હત્યા કરવામાં આવી છે. વિકી કાશી ગઈકાલે જ્યારે ઘરમાં હતો ત્યારે કેટલાક બુકાનીધારી તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને વિકી કંઈ સમજે તે પહેલા જ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીંક્યા હતા. વિકીની હત્યા કરીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા હતા. લોહીલુહાણ હાલતમાં વિકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોડી રાતે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા દમણ પોલીસની (Daman Police) કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સગા ભાઈ તરફ શંકાની સોઈ

વિકી કાશીની હત્યા કરનારાઓની હાલ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. પોલીસે વિસ્તારના લોકો અને સીસીવીટી કેમેરાના મદદથી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. જો કે, વિકીની હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ, પ્રાથમિક માહિતી મુજબ, વિકીની હત્યા મામલે તેના સગા ભાઈ પર શંકાની સોય તકાઈ રહી છે. હાલ, આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યા સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઇલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Advertisement

આ પણ વાંચો - VADODARA : હરણી બોટકાંડ મામલે VMC ના ત્રણ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

આ પણ વાંચો - Jetpur: બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.