ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod Cyber Case:રાજ્યમાં સાયબર કાંડથી 50 લોકોનો શિકાર કરનાર ત્રિપુટી ઝડપાઈ

Dahod Cyber Case: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તે કહાવતને સાર્થક કરતો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે. આજના ડિજિટલ યુગમાં કામ સરળ થયા છે, પરંતુ તેટલા જ ગેરફાયદા પણ જોવા મળે છે. અનેક લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા...
10:52 PM Jan 23, 2024 IST | Aviraj Bagda
The trio who poached 50 people were caught in a cyber scandal in the state

Dahod Cyber Case: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તે કહાવતને સાર્થક કરતો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે. આજના ડિજિટલ યુગમાં કામ સરળ થયા છે, પરંતુ તેટલા જ ગેરફાયદા પણ જોવા મળે છે. અનેક લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શિક્ષિત બેરોજગારો રોજગારીની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતાં હોય છે.

દાહોદમાં સૌથી મોટી સાયબર ચોરીને અંજામ આપ્યો

ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતા એક વ્યક્તિને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. તે પછી રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ ઔપચારિક વાતચીત શરુ થઈ હતી. આ વાતચીતમાં ઠગ ટોળકીએ કુરિયર કંપનીમાં જોબ માટેની લાલચ આપી હતી. ત્યારબાદ પ્રથમ 3500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી પેટે લઈ ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ અલગ બેન્ક ખાતામાં ટુકડે ટુકડે 1.90 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

Dahod Cyber Case

આરોપીઓની ત્રિપુટી વડોદરાથી કાર્યરત હતી

જેના આધારે દાહોદ સાયબર સેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓ વડોદરાથી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વડોદરાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણ આરોપીમાં પ્રિન્સ બારો અને અરવિંદ ભૂરીયા બંને દાહોદ જિલ્લાના લીમખેડાના રહેવાસી અને અમિત પ્રજાપતિ ગોધરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય મળીને વડોદરાથી નેટવર્ક ચલાવતા હતા.

રાજ્યભરમાં 50 જેટલા લોકોનો શિકાર કર્યો

જેમાં ફેસબુક એકાઉન્ટ બનાવી અલગ અલગ લોકો સાથે પરિચય કેળવતા હતા. ત્યારે બાદ તેમને નોકરીની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. આ ત્રિપુટીએ પોલીસ તપાસમાં રાજ્યભરમાં 50 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. HAL Poice દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ સાબીર ભાભોર

આ પણ વાંચો: Swagat : ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ નો સમય બદલાયો, જાણો નવો સમય અને તારીખ

Tags :
bank accountCyber fraudDahodFacebookFarudGujaratGujaratFirstMoneyLaunderingpoliceVadodara
Next Article