Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod Child Sink In Lake: હોળી ટાણે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં પરિવારમાં હૈયાફાટ રુદન

Dahod Child Sink In Lake: દાહોદ જિલ્લામાં અદિવાસી પરિવારોમાં હોળીને લઈ ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે. કારણ કે... આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવારનો એક ખાસ મહત્ત્વ ધરાવે છે. ત્યારે રાજ્યભરના જિલ્લામાં કામ કરતા દાહોદ જિલ્લાના શ્રમજીઓ પોતાના માદરે વતન હોળીની...
dahod child sink in lake  હોળી ટાણે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં પરિવારમાં હૈયાફાટ રુદન

Dahod Child Sink In Lake: દાહોદ જિલ્લામાં અદિવાસી પરિવારોમાં હોળીને લઈ ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે. કારણ કે... આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવારનો એક ખાસ મહત્ત્વ ધરાવે છે. ત્યારે રાજ્યભરના જિલ્લામાં કામ કરતા દાહોદ જિલ્લાના શ્રમજીઓ પોતાના માદરે વતન હોળીની ઉજવણી કરવા આવતા હોય છે.

Advertisement

3 બહેનો રમતા-રમતા તળાવમાં ડૂબી

ત્યારે આવા જ એક પરિવારમાં હોળીના આગલા દિવસે કરૂણ ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ દાહોદના મોટી ખરજ ગામના થાનથડી ફળિયામાં રહેતા શૈલેષ ખરાડીયાની ત્રણ દીકરીઓ આજે ગામમાં આવેલા ફૂટેલાવ તળાવ નજીક રમી રહી હતી. તે દરમિયાન એક બાળકીનો અચાનક પગ લપસતા તળાવમાં પડી હતી. તો તેને બચાવવા તેની બીજી બહેન તળાવમાં પડી હતી. પણ તે પણ ડૂબવા લાગી હતી.

Dahod Child Sink In Lake

Advertisement

બે બહેનોનું પાણીમાં મોત નિયજ્યું

ત્યારે આ બંને બહેનને ડૂબતાં જોઈ ત્રીજી બહેન પણ બચાવવા માટે કૂદી હતી. પરંતુ તેણી પણ ડૂબવા લાગતા તે બચી ને બહાર નીકળી ગઈ અને દોડીને પરિવાર જનોને જાણ કરી હતી. ત્યારે પરિવાર સહિત આસપાસના લોકો બચાવ કામગીરી માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. અંતે 10 વર્ષીય સુનિતા ખરાડીયા અને 6 વર્ષીય સમીરા ખરાડીયા નામની બંને બહેનોના પાણીમાં કરૂણ મોત નિપજ્યાં હતા.

Dahod Child Sink In Lake

Advertisement

ગામમાં શોકની લાગણી પ્રસરી

જોકે બંને બહેનોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે અકસ્માતના અન્વયે ગુનો નોંધી પીએમની કામગીરી હાથ ધરી હતી. આ સાથે પરિવાર સહિત સમગ્ર ગામમા શોકના લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: Surat Palsana News: પલસાણાના તાતીથૈયામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

આ પણ વાંચો: Bharuch District Holi: ભરૂચ જિલ્લામાં હોળીકા દહનમાં વૈદિક હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ

આ પણ વાંચો: Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

Tags :
Advertisement

.