ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod Chadia Fair: પ્રાચીન પરંપાર મુજબ મહિલાઓના હાથથી લાકડી વડે માર ખાતા જઈને યુવાનો ચઢે છે ઝાડ ઉપર

Dahod Chadia Fair: હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય છે. ધાનપુરામાં ચાડીયાનો મેળો યોજાયો મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો...
12:08 AM Mar 27, 2024 IST | Aviraj Bagda

Dahod Chadia Fair: હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય છે.

આજે ધાનપુરમાં પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, રોકડ રકમ અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી એક ઝાડ ઉપર બાંધવામાં આવે છે. એ ઝાડની ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ ગોળ-ગોળ ફરતી હોય છે. જે ગામનું નામ બોલાય તે ગામનો યુવાન પોટલી લેવા ઝાડ ઉપર ચઢે છે.

Dahod Chadia Fair

પ્રાચીન સમયમાં આ રીતે સ્વયંવર યોજવામાં આવતો

ત્યારે મહિલાઓ તેને લાકડી વડે મારે છે. માર ખાતા જઈને યુવક ઉપરથી પોટલી ઉતારે છે. પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે આ રીતે સ્વયંવર યોજવામાં આવતો હતો. આ રીતે જે યુવક માર ખાતાં જઈને ઉપરથી પોટલી લઈ આવે તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામા આવતા હતા. પરંતુ આજે સ્વયંવરની પ્રથા બંધ છે.

Dahod Chadia Fair

નિ:સંતાન યુવકો ચાડિયો છોડવાની બાધા રાખે છે

 

પરંતુ આજે પણ નિ:સંતાન યુવકો ચાડિયો છોડવાની બાધા રાખે છે. નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષ ચાડિયો છોડવાની બાધા રાખે અને લોકોની માન્યતા છે કે, અહીં બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ મેળો આજે પણ યોજાય છે.

Dahod Chadia Fair

કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે આદિવાસી નૃત્ય કર્યું

ચાડિયાના મેળામાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડએ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આદિવાસી સમાજને હોળી ધુળેટી પર્વની શુભકામના પાઠવી હતી. તો કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડ અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ પણ મેળાની મજા માણી હતી. સાથે જ ઢોલ ઉપર પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કર્યું હતું.

અહેવાલ સાબિર ભાભોર

આ પણ વાંચો: Chhotaudepur Rituals Fair: કવાંટના રૂમાડિયા ગામે 200 વર્ષ જૂના ગોળ ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉટ્યું

આ પણ વાંચો:Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા

આ પણ વાંચો:Bharuch Heart Attack Case: કલેક્ટર કચેરીમાં અચાનક એક સાથે 2 કર્મચારીઓના હ્રદય હુમલાથી થયા મોત

Tags :
DahodDahod Chadia FairDhuletiGujaratGujaratFirstHistoryHoli Festivalrituals
Next Article