Dabhoi: ડભોઇ-સરીતા ફાટક પાસેના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજમાં રાતોરાત મારવા પડ્યા થીંગડા
Dabhoi: ડભોઇ-સરીતા ફાટક રોડ ઉપર નિર્માણ થયેલા બ્રિજ (Bridge) માં રાતોરાત થીંગડા મારવાનો વારો આવ્યો છે. આશરે 25 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા બ્રિજ (Bridge) ઉપર માત્ર ત્રણ માસના ટુંકા સમયમાં તંત્રએ રાતોરાત થીંગડા મારવા પડ્યા છે. બ્રિજ (Bridge) ની નીચે બે સ્પાનની વચ્ચેના ભાગે મોટી તિરાડ પડતા એક આઈસ ટેમ્પો ફસાઈ ગયો હતો.જેને લઈને નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ટૂકા ગાળામાં જ બ્રિજ (Bridge) ની કામગીરીને લઈને અંગત રસ દાખવતા તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું.
- ફાટક વિહોણાં માર્ગ
- સબ સલામ હૈના ગીત
- બ્રિજને લઈને ભયનો માહોલ
- રાતોરાત બ્રિજ પર થીંગડા મારવા પડ્યા
- અગાઉ સાઠોદ બ્રિજ નો પણ વિવાદ સર્જાયો હતો
ફાટક વિહોણાં માર્ગ
પ્રવર્તમાન સરકાર દ્વારા ફાટક વિહોણાં માર્ગ બનાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરી કરોડો રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ (Bridge) નું નિર્માણ કરાય છે. જે અંતર્ગત ડભોઇ-સરીતા ફાટક પાસે રેલ્વે લાઇન (Railway Line) ઉપર 25 કરોડના ખર્ચે બનેલા બ્રિજ (Bridge) નું ઉદઘાટન અને લોકાર્પણ નવેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સરકાર દ્વારા ટ્રાફિક (Traffic) ની સમસ્યાને હળવી કરવા માટે ફાટક વિહોણાં માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ત્રણ માસના ટુંકા સમયમાં તંત્રએ રાતોરાત થીંગડા મારવા પડયા છે.
સબ સલામ હૈના ગીત
પ્રજાની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે તંત્રના અધિકારીઓની નિષ્કાળજી સરકારના આ સ્વપ્નને ઘૂળમાં ફેરવી રહ્યું છે. જ્યારે બીજી તરફ એવી લોક ચર્ચાઓ ચાલી રહી છે કે, આ ઓવર બ્રિજ (Bridge) ના કોન્ટ્રાક્ટરે (Contractor) વધુ નફો મેળવવાની લાલચે મટીરીયલની ગુણવત્તાની જાળવણી કે ચકાસણી કર્યા વગર જ કામ કર્યુ છે. આ પુલ ઉપર ગત રાત્રે એક આઈસ ટેમ્પો આ સ્પામ વચ્ચે ફસાતા લોક ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક માગૅ મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ આ ઠીંગડા મારવાની કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિક આ બ્રિજ (Bridge) બંધ કરવાની ફરજ પડી હતી.પરંતુ મહત્વની વાત એ છે કે આ અધિકારીઓ વારંવાર દેખરેખ ફરજ ઉપરના અધિકારીઓએ કરી હતી. પરંતુ વિઝીટ દરમિયાન " સબ સલામ હૈ " ના ગીતો ગાઈને વિઝીટ પૂર્ણ કરી હોય તેવું સ્થાનિક લોકોને લાગી રહ્યું છે.
બ્રિજને લઈને ભયનો માહોલ
ડભોઇ-સરીતા ફાટક વચ્ચેના બ્રિજની કામગીરી મહેસાણાની અવઘુત પ્રોજેક્ટ કનટ્રશન (Project Construction) દ્વારા કરવામાં આવી હતી. જે બ્રિજ (Bridge) નું લોકાર્પણ ડભોઇ-દભૉવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા ટૂંકા સમયમાં જ બ્રિજ (Bridge) ની નીચે બે સ્પાનની વચ્ચેનાં ગેપ થઈ ગઈ હતી. જેને લઈને તાત્કાલિક બ્રિજ (Bridge) ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં પરંતુ વારંવાર આ બ્રિજ (Bridge) વિવાદમાં આવ્યો છે અને આ બ્રિજ ઉપર ત્રણ થી ચાર જેટલા ભયંકર અકસ્માતો પણ થયા છે. જેથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.
રાતોરાત બ્રિજ પર થીંગડા મારવા પડ્યા
ત્રણ માસના ટૂંકા સમયમાં બ્રિજ (Bridge) ઉપર એક આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો. જેને લઇને ગતરાત્રિના સમયે ભાવે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયાને તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજને બંધ કરી થીંગડા મારવાની કામગીરી આરંભમાં આવી હતી. કોન્ટ્રાક્ટોની કામગીરીની પોલ ખુલતી હોય છે. ડભોઇ-સરીતા ફાટક ઉપરના આ બ્રિજ (Bridge) ની કામગીરી અંગે નાગરિકોએ અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હતાં. જ્યારે આજે આ કામગીરીની પોલ સામે આવી હતી. એટલે તંત્રએ રાતોરાત બ્રિજ (Bridge) ઉપર થીંગડા મારવા માટે દોડતાં જવું પડ્યું હતું. ગુણવત્તાની જાળવણી વગરનાં આ બ્રિજ (Bridge) ઉપર ભવિષ્યમાં જો કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ ? આમ તો બ્રિજની શરૂઆતથી વિવાદો સર્જાયા છે.
અગાઉ સાઠોદ બ્રિજ નો પણ વિવાદ સર્જાયો હતો
થોડાક સમય પહેલા ડભોઇ-સાઠોદ વચ્ચેના બ્રિજ અંગે સ્થાનિક લોકો દ્વારા બ્રિજની ગુણવત્તા અંગે સવાલો ઊભા થતા દર્ભાવતી-ડભોઈના ધારાસભ્ય (MLAs) શૈલેષ મહેતાએ તંત્રને તાત્કાલિક અસરથી આ બ્રિજની ગુણવત્તા અને ટકાઉપણા અંગે તપાસ શરૂ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તંત્ર આ બાબતે ઢાંકપિછોડો કરી ટેકનીકલ ઇસ્યુ દશૉવી એક્સપેક્ટેશન જોઈન્ટ (Expectation Joint) દશૉવી, ટેમ્પેચર માટે ડિઝાઇન જોઈન્ટ છે તેમ જણાવ્યું હતું. પરંતુ ધારાસભ્ય (MLAs) એ આ અંગે અંગત રસ દાખવતા જ તંત્ર દોડતું થયું હતું.
આ પણ વાંચો: Chhotaudepur Teacher News: છોટાઉદેપુરમાં શિક્ષક ભરતી માત્ર સરકારી ચોપડા પૂરતી, વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત