Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો,જાણો કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ સરખેજ અને રાણીપમાં નોંધાયા કોરોના કેસ એક મહિલા અને એક પુરૂષ કોરોના પોઝિટિવ શહેરમાં હાલ કોરોનાના 35 એક્ટિવ કેસ એક દર્દી હોસ્પિટલ અને અન્ય 34 હોમ આઈસોલેશનમાં     અમદાવાદમાં કોરોનાના વધુ...
અમદાવાદમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો જાણો કેટલા કેસ નોંધાયા
  • અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ
  • સરખેજ અને રાણીપમાં નોંધાયા કોરોના કેસ
  • એક મહિલા અને એક પુરૂષ કોરોના પોઝિટિવ
  • શહેરમાં હાલ કોરોનાના 35 એક્ટિવ કેસ
  • એક દર્દી હોસ્પિટલ અને અન્ય 34 હોમ આઈસોલેશનમાં

Advertisement

અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં સરખેજ અને રાણીપમાં કોરોના કેસ નોંધાયા છે. ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે.

Advertisement

1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા
અગાઉ અમદાવાદમાં કોરોનાના 11 કેસની વાત કરીએ તો તેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓના સમાવેશ થાયો હતો. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 33ની જગ્યાએ 35 એક્ટિવ કેસ થયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે.

Advertisement

ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ થશે
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આજથી કામગીરી શરૂ કરાઇ છે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.

આ  પણ  વાંચો -રાજકોટના રંગોળી કલાકારે પાણી પર બનાવી શ્રી રામની ભવ્ય રંગોળી

Tags :
Advertisement

.