Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં કંજક્ટીવાઈટીસનો રોગચાળો વકર્યો, આંખ આવવાના કેસમાં 40 ટકાનો થયો વધારો

ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જોવા મળે છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજક્ટીવાઇટીસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓ આંખ આવવાના રોગના જોવા મળી...
સુરતમાં કંજક્ટીવાઈટીસનો રોગચાળો વકર્યો  આંખ આવવાના કેસમાં 40 ટકાનો થયો વધારો

ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જોવા મળે છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજક્ટીવાઇટીસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓ આંખ આવવાના રોગના જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કંજક્ટીવાઇટીસ રોગના કારણે ડોક્ટર ઓપન સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.

Advertisement

છેલ્લા પખવાડિયાથી સુરત શહેરમાં કંજક્ટીવાઈટીસ (આંખ આવવા) નો વાવળ દેખાઈ રહ્યો છે. બાળરોગ અને આંખના રોગોના નિષ્ણાંતોના કહેવા મુજબ, શહેરમાં કંજક્ટીવાઈટીસ કેસ 40 ટકા જેટલા વધ્યા છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજક્ટીવાઈટીસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ કંજક્ટીવાઈટીસના કેસ વધ્યા છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જોતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજક્ટીવાઈટીસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

‘એડીનો વાયરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ'ને કારણે થતું કંજક્ટીવાઈટીસ વધારે ગંભીર હોય છે. એર બોર્ન ડ્રોપલેટ્સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે એ કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા 90 ટકા લોકોને કંજક્ટીવાઈટીસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. શહેરમાં કંજક્ટીવાઈટીસનો ચેપ ખૂબજ ઝડપથી પ્રસરી રહ્યો છે.

Advertisement

શહેરના સિવિલ હોસ્પિટલમાં હાલ ચોમાસા દરમિયાન રોજિંદી 300 જેટલી આંખ વિભાગ પાસે ઓપીડી આવે છે. જેમાંથી 40% એટલે કે 100 થી વધુ દર્દીઓ કંજક્ટીવાઈટીસ રોગના જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોગથી બચવા માટે દર્દીઓનો જે વસ્તુઓ વાપરે છે એ વસ્તુથી દૂર રહેવાની સલાહ ડોક્ટર આપી રહ્યા છે.

આ ઉપરાંત આપણે ત્યાં એવી ગેરમાન્યતા છે કે, કોઈકની આંખોમાં જોવાથી આ રોગ થઈ શકે છે. જે વાત તદ્દન ખોટી હોવાનું પણ ડોક્ટર જણાવી રહ્યા છે. પિંક આઈઝ તરીકે ઓળખાતા આ રોગમાં જો ચેપ તિવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાની થઈ શકે છે. છતાં જો તકેદારી રાખવામાં આવે તો, શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે.

Advertisement

આ પણ વાંચો - સ્મીમેર હોસ્પિટલના MICU-1 ને તાળા લાગતા દર્દીઓ અટવાયા, ગરીબ દર્દીઓ અન્ય Hospital માં સારવાર કરાવવા થયા મજબૂર

આ પણ વાંચો - ફૂલોની ખેતી કેવી રીતે કરીએ તો વધુ પાક મળે? નેધરલેન્ડના નિષ્ણાતે સુરતના ખેડૂતોની લીધી મુલાકાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - આનંદ પટણી

Tags :
Advertisement

.