Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, હવે આ નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરશે!

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને (Congress) એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં લોકસભાની ચૂંટણી પહેલા કમઠાણ યથાવત્ છે. છેલ્લા અમુક દિવસમાં પાર્ટીના કેટલાક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસી...
congress   લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો  હવે આ નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરશે

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને (Congress) એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં લોકસભાની ચૂંટણી પહેલા કમઠાણ યથાવત્ છે. છેલ્લા અમુક દિવસમાં પાર્ટીના કેટલાક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસી નેતાના પક્ષપલટાની માહિતી સામે આવી છે. અમદાવાદ કોંગ્રેસમાં OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હોય તેવા સમાચાર મળ્યા છે.

Advertisement

કોંગ્રેસ નેતા ઘનશ્યામ ગઢવી

અમદાવાદ કોંગ્રેસમાં OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ (Ghanshyam Gadhvi) કોંગ્રેસના (Congress) પ્રાથમિક સભ્યપદથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે. સાથે જ એવા પણ સમાચાર છે કે ઘનશ્યામ ગઢવી આવતીકાલે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. બીજી તરફ જામનગરની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી વધુ એક નેતાને ગુમાવી શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કરે તેવી સંભાવના છે. જામજોધપુરના (Jamjodhpur) પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા (MLA Chirag Kalria) કોંગ્રેસ છોડશે એવા સમાચાર વહેતા થયા છે. સૂત્રો મુજબ, આવતીકાલે કાલરિયા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેટલાક કોંગ્રેસી નેતાઓએ પાર્ટીનો હાથ છોડીને ભાજપના કેસરિયા ખેસને ધારણ કર્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય કોંગ્રેસમાં (Congress) વધુ ભંગાણ જોવા મળે તે નવાઈની વાત નથી. જો કે, બીજી તરફ કોંગ્રેસી નેતાઓ દ્વારા દાવો કરવામાં આવી તેમની પાર્ટીમાં કોઈ વિખવાદ નથી અને તમામ નેતાઓ પાર્ટીના પ્રચાર પ્રસાર માટે પૂરજોશની કામ કરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Amreli : હોટેલના કમ્પાઉન્ડમાંથી ચોરી કરેલ પેટ્રોલ, ડીઝલ, ડામરનો લાખો રૂ.નો જથ્થો ઝડપાયો, ભાગીદાર સહિત બેની ધરપકડ

Tags :
Advertisement

.