Congress 12th Candidate List: કોંગ્રેસે 12 મી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ કર્યા જાહેર....
Congress 12th Candidate List: લોકસભા ચૂંટણી 2024 ને લઈ કોંગ્રેસે 12 મી યાદી કરી છે. આ યાદીમાં કોંગ્રેસે માત્ર 3 બેઠકો પર નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ગુજરાતની 3 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નામ પણ સામેલ છે.
આ યાદીમાં સુરેન્દ્રનગર, જુનાગઢ અને વડોદરાની લોકસભા બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હિરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ ઇસ્ટ, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે.
અહેવાલમાં આગળ જાણો કેમ કોંગ્રેસે આ ઉમેદવોરોને લોકસભા ચૂંટણી 2024 માં ઉમેદાવારી સોંપી છે.
ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો મુખ્ય ચહેરો
સુરેન્દ્રનગરના લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સેવા દળા અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, અખિ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. તેમણે અભ્યાસ ક્ષેત્રે બી એડ કર્યું છે. જોકે તેમને
ટિકિટ મળવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો ચહેરો છે.
જુનાગઢમાં આહિર સમાજનો દબદબો રહેલો
જુનાગઢના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી, 23 વર્ષની વયે સરપંચ બન્યા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યા છે. તો તેમણે શૈક્ષણિક ક્ષેત્રે TY. BA કર્યું છે. જુનાગઢ જિલ્લો આહિર સમાજનો ગઢ છે. તેથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવારી સોંપી છે.
વડોદરામાં જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે
વડોદરામાં જસપાલસિંહ પઢિયારને ઉમેદવારી સોંપવામાં આવી છે. તેમણે શૈક્ષણિક સ્તરે માત્ર ધોરણ 12 પાસ કર્યું છે. જોકે તેમને ટિકિટ સોંપવાનું મુખ્ય કારણ તેઓ યુવા અને ક્ષત્રિય ચહેરો, વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે. તેઓ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને 2017 માં પાદરા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
આ પણ વાંચો: Deaf-Mute Child Missing: શ્રમિક પરિવાર મૂક-બધિર પુત્રની શોધમાં 3 મહિનાથી….
આ પણ વાંચો: Morbi Labour Accident: કરાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત
આ પણ વાંચો: Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ