Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે 'નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો શુભારંભ કરાવ્યો

અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયામાં આવેલ હાઈસ્કૂલના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 'નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.1650 કરોડની આ બે મહત્ત્વની યોજાનાઓના પ્રારંભથી અંદાજિત 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ થશે. આ યોજનાઓના માધ્યમથી...
ahmedabad   ઘાટલોડિયામાં cm ભૂપેન્દ્ર પટેલે  નમો લક્ષ્મી  નમો સરસ્વતી વિજ્ઞાન સાધના  યોજનાનો શુભારંભ કરાવ્યો

અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયામાં આવેલ હાઈસ્કૂલના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 'નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.1650 કરોડની આ બે મહત્ત્વની યોજાનાઓના પ્રારંભથી અંદાજિત 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ થશે. આ યોજનાઓના માધ્યમથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ થવામાં મદદ થશે. તેમ સીએમએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Kuber Dindore) પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા (Ghatlodiya) વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે, રાજ્યકક્ષામંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseria), મેયર પ્રતિભા જૈન સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ 'નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો (Namo Lakshmi, Namo Saraswati Vigyan Sadhana scheme) શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે રૂ.1650 કરોડની આ બે મહત્ત્વની યોજનાઓથી અંદાજે 10 લાખ જેટલી દીકરીઓેને લાભ મળશે.

Advertisement

દીકરીઓ ધો-9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવો હેતું

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ ધોરણ-9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવો હેતુ આ બે યોજનાઓ થકી છે. આ યોજનાના લાભ હેઠળ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે અપાર સંભાવનાઓ ઊભી થશે. આ બે યોજનાઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દીકરીઓને આર્થિક સહાય પણ કરશે. જણાવી દઈએ કે વિદ્યાર્થિનીઓ ધોરણ-9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આ યોજનાઓનો આજથી શુભારંભ કરાયો છે. આ યોજનાઓ હેઠળ અભ્યાસ પૂર્વ કરનારી દરેક વિદ્યાર્થિનીને રૂ.50 હજારની સહાય મળશે. જ્યારે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ પણ થશે.

Advertisement

આ પણ વાંચો - Mansukh Mandaviya in Rajkot : વીરપુરમાં જલારામ બાપાના દર્શન, કાગવડથી ગોંડલ પગપાળા યાત્રા

આ પણ વાંચો - ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!

આ પણ વાંચો - Bhopal મંત્રાલય ભવનમાં લાગી આગ, 5 લોકો ફસાયા હોવાની આશંકા

Tags :
Advertisement

.