Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : CM ભૂપેન્દ્ર પટેલ રૂ.1584 કરોડનાં વિકાસકામ, 'સુજલામ સુફલામ જળ અભિયાન'નો પ્રારંભ કરાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે સુરેન્દ્રનગરની (Surendranagar) મુલાકાતે છે. અહીં, રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સીએમ 'સુજલામ સુફલામ જળ અભિયાન'નો પ્રારંભ કરાવશે. સાંજે 5 વાગે આ કાર્યક્રમ યોજાશે. આ સાથે માર્ગ અને મકાન, પંચાયત,...
surendranagar   cm ભૂપેન્દ્ર પટેલ રૂ 1584 કરોડનાં વિકાસકામ   સુજલામ સુફલામ જળ અભિયાન નો પ્રારંભ કરાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે સુરેન્દ્રનગરની (Surendranagar) મુલાકાતે છે. અહીં, રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સીએમ 'સુજલામ સુફલામ જળ અભિયાન'નો પ્રારંભ કરાવશે. સાંજે 5 વાગે આ કાર્યક્રમ યોજાશે. આ સાથે માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગ હેઠળ થયેલ રૂ.1584 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમ જ ઉદઘોષણા પણ કરશે.

Advertisement

આજે સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર (Trimandir) સામેના ગ્રાઉન્ડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહેવાના છે. અહીં, સીએમ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. માહિતી મુજબ, સાંજે 5 વાગે સીએમ અહીં પધારશે અને ગ્રાઉન્ડ ખાતેથી 'સુજલામ સુફલામ જળ અભિયાન'નો (Sujlam Suflam Water Campaign) રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ સાથે માર્ગ અને મકાન, આરોગ્ય, ઉદ્યોગ, પંચાયત સહિતના વિભાગો હેઠળ થયેલ રૂ.1584 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમ જ ઉદઘોષણા પણ કરશે.

આ નેતાઓ પણ રહેશે હાજર

માહિતી મુજબ, આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya), જિલ્લાના પ્રભારીમંત્રી મુળુ બેરા, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Mehsana : મહેસાણા લોકસભા બેઠક માટે આ બે નામો પર ચર્ચા વેગવંતી, BJP ની બીજી યાદીમાં થશે જાહેરાત!

Tags :
Advertisement

.