Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Civil Hospital : બે બાળકોની શ્વાસ અને અન્ન નળીમાં ફસાયેલ ફોરેન બોડીની સફળ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital, Ahmedbad) એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વાસ નળી અને અન્ન નળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગનાં તબીબોએ પોતાની સ્કીલનો પરચો બતાવીને આ...
civil hospital   બે બાળકોની શ્વાસ અને અન્ન નળીમાં ફસાયેલ ફોરેન બોડીની સફળ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital, Ahmedbad) એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વાસ નળી અને અન્ન નળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગનાં તબીબોએ પોતાની સ્કીલનો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે.

Advertisement

પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં (Madya Pradesh) પિન્ડાનાં ખેડૂત પરિવારમાં પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનનાં 13 મહિનાનાં દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા માતા ચિંતિત થયા‌ હતા. માતા દક્ષાબેનને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાની શંકા જતા તાત્કાલિક મંદસોર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં સિટી સ્કેન કરાવતાં ફોરેન બોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામા આવ્યાં હતા. માત્ર એક એકસ-રે કરાવી તે જ દિવસે ડૉ. રાકેશ જોષી (Dr. Rakesh Joshi), એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર) અને એનેસ્થેસિયા વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિલેશ સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસ નળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો. ઓપરેશન પછીનો સમય કોઈપણ તકલીફ વગર રહેતા બાળકને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.

એક બાળકને મગફળીનો દાણો, બીજાને રાસબેરીનું બિજ ફસાયું હતું

Advertisement

બીજા કિસ્સામાં લીમડી, સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે કારનાં શોરુમમાં કામ કરતા શૈલેષભાઈ પરમારનાં અઢી વર્ષના દીકરા મિતાંશને 8 મી જુલાઇ, 2024 ના રોજ આકસ્મિક રીતે રાસબેરી ખાતા ભૂલથી તેનો બીજ પણ સાથે ખાઇ ગયા બાદ ઉલ્ટીની તકલીફ શરૂ થઈ હતી અને ત્યારબાદ જયારે, પણ કંઈ ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો નાં હોવાથી તેની મમ્મી મમતાબેનને બિજ ગળી ગયો હોવાની શંકા ગઇ હતી. તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. બાળકને પહેલાંથી ટાઇપ C ટ્રેકિયો ઇસોફેજિયલ ફિશ્ચ્યૂલા અને એન્ડસ્કોપી ગાઇડેડ ડિલેટેશનના બે વાર ઓપરેશનનાં કારણે અન્ન નળીનો માર્ગ સાંકડો થઇ ગયો હતો. બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડૉ. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી (Pediatric Surgery) અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ડૉ. રમીલા (પ્રો.) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા તે જ દિવસે અન્ન નળીનાં ભાગની સ્કોપી કરવામાં આવી અને રાસબેરીનું બિજ બહાર કાઢવામાં આવ્યું હતું.

આ કિસ્સામાં પણ બાળકની માતાની શંકા સાચી પડી હતી. ઓપરેશન પછીનો પોસ્ટ ઓપરેટિવ સમય તકલીફ વગર રહેતા બાળકને રજા આપવામાં આવી હતી. આમ, નાના બાળકો હોય તેવા દરેક માતા-પિતા માટે આ ચેતવણી સમાન કિસ્સા છે. બાળક સમજણું ના થાય ત્યાં સુધી ખુબ જ ધ્યાન રાખવુ જરુરી છે. તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું. સિવિલ (Civil Hospital) સુપ્રિન્ટેનડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે નાના બાળકોમાં શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવામાં ના આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી, દરેક માતા-પિતા કે જેમના બાળકો નાના છે તેમણે બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, તેમ જણાવ્યું હતું.

Advertisement

અહેવાલ : સંજય જોષી

આ પણ વાંચો - Navsari : તલવાર, છરી સહિત ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરતા ઇસમો CCTV કેમેરામાં કેદ

આ પણ વાંચો - Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Tags :
Advertisement

.