Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CID RAID : આંગડીયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

CID RAID: રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમના દરોડા (CID RAID)પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં બીજા દિવસે પણ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેડ સતત 2 દિવસથી ચાલી રહી છે. બીજા દિવસે જે રેડ પાડવામાં...
cid raid   આંગડીયા પેઢીમાં cid ક્રાઇમના દરોડા  18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

CID RAID: રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમના દરોડા (CID RAID)પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં બીજા દિવસે પણ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેડ સતત 2 દિવસથી ચાલી રહી છે. બીજા દિવસે જે રેડ પાડવામાં આવી તેમાં 10 ઓફિસનો સમાવેશ કરાયો છે. આ સમયે CIDને કરોડોના વ્યવહારો મળ્યા છે.

Advertisement

કઈ જગ્યાઓએ કરાઈ રેડ

PM, HM,NR નામની આંગડીયા પેઢીમાં રેડ (CID RAID)પાડવામાં આવી હતી. પ્રાઈમ, વી.પટેલ નામની આંગડિયા પેઢીમા પણ રેડ પાડી હતી. રેડ દરમ્ચાન 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમયે સીઆઈડીને રૂ. 75 લાખના વિદેશી ચલણ સહિત 66 મોબાઇલ મળ્યા હતા. જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. આ પછી ક્રાઈમ બ્રાન્ચે પેઢીના સંચાલકો, કર્મચારી સહિત 10ની પૂછપરછ શરૂ કરી છે.

Advertisement

સતત બીજા દિવસ આંગડિયા પેઢીરેડમાં રેડ

આંગડિયા પેઢીમાં ફેંક એકાઉન્ટને લઈને ફરિયાદ થઈ હતી. જે મામલે RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આ આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ 25 જગ્યા ઉપર 40 લોકોની CID ક્રાઇમની ટીમે સર્ચ કરીને 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલું રહી હતી. જેમાં છેલ્લા 24 કલાકથી CID ક્રાઈમની રાજ્યભરના આંગડિયા પેઢી પર રેડની કામગીરી ચાલું રાખી હતી. હવે આ કેસમાં CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને ED પણ જોડાઈ છે. આજે બીજા દિવસની રેડમાં ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કર્યું છે.

Advertisement

આ પણ  વાંચો - Water crisis : ગુજરાતમાં ગરમી વચ્ચે જળસંકટના એંધાણ !

આ પણ  વાંચો - VADODARA : પોલીસને ટેમ્પામાંથી દારૂ મળ્યો, ચાલક નહીં

આ પણ  વાંચો - Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

Tags :
Advertisement

.