ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur student: છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ B.A. માં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ મેળવ્યો

Chhotaudepur student: છોટાઉદેપુરમાં સ્ટેશન વિસ્તારમાં રહેતી સુજાન સાબુએ Bachlour of arts fequlty માં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમાંક પર આવી છે. ત્યારે રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. સમગ્ર નગર વાસીઓ સહિત કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી...
07:41 PM Jan 31, 2024 IST | Aviraj Bagda
Chotaudepur student's B.A. Got first rank at university level in

Chhotaudepur student: છોટાઉદેપુરમાં સ્ટેશન વિસ્તારમાં રહેતી સુજાન સાબુએ Bachlour of arts fequlty માં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમાંક પર આવી છે. ત્યારે રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. સમગ્ર નગર વાસીઓ સહિત કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

સુજાને પોતાના પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું

એક મધ્યમ પરિવારમાંથી આવતી સુજાન સાબુ કે જે છોટાઉદેપુર નગરની શ્રી એસ. એન આર્ટસ, એન્ડ સાયન્સ કોલેજ ખાતે અંગ્રેજી વિષય સાથે સ્નાતક કર્યું છે. જેમાં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમાંક મેળવી મહામહિમ રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક મેળવી પોતાના પરિવાર તેમજ છોટાઉદેપુર નગરનું ગૌરવ વધારેલ છે.

સુજાને સાબુએ શ્રેય પિતા અને ગુરૂઓને આપી

ગોધરા મુકામે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુજાન સાબુને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું. સુજાને મેળવેલ જવલંત સફળતા માટેનું શ્રેય તેના માતા પિતા તેમજ ગુરુઓને તે આપી રહી છે.

મુષ્ય ધારે તો હિમાલયો પણ સર કરી શકે

સુજાનએ એવા તમામ વિદ્યાર્થીઓ માટે જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને પારખી નથી શક્તા કે બહાર કાઢવાની તક નથી આપતા. ત્યારે મનુષ્ય ધારે તો હિમાલયો પણ સર કરી શકે છે અને પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. તે સુત્રને સાર્થક કરતી સુજાને પોતાના અથાગ પરિશ્રમના કારણે પોતાના પરિવાર, નગર તેમજ ગુરૂઓ અને કોલેજ નું નામ રોશન કર્યું છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Porbandar : દરિયાકાંઠે સુરક્ષા વિના બેઠા છે બાળકો !

Tags :
BA studentChhotaUdepurChhotaudepur studentGujaratGujaratFirststudentunivercity
Next Article