Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur Panchkoshi Rituals: માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં જિલ્લા અધિકારીઓ જોડાયા

Chhotaudepur Panchkoshi Rituals: માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અતિ વ્યસ્તતા વચ્ચે પૂર્ણ કરતા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.અનિલ ધામેલિયા પરિક્રમામાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નર્મદાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન...
11:25 PM Apr 24, 2024 IST | Aviraj Bagda
Chhotaudepur, Chhotaudepur Collector

Chhotaudepur Panchkoshi Rituals: માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અતિ વ્યસ્તતા વચ્ચે પૂર્ણ કરતા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.અનિલ ધામેલિયા પરિક્રમામાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નર્મદાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી પણ જોડાયા હતા.

Chhotaudepur Panchkoshi Rituals

છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં પુણ્ય સલિલામાં નર્મદાની યોજાઈ રહેલી ઉત્તરાવાહિની પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. પરિક્રમાના પ્રારંભથી જ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત સલામતી અને આરોગ્ય વિષયક સેવાઓ 27x7 કલાક પુરી પાડવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ અનુકૂળતાના સમયે પરિક્રમા કરે છે.

આ પણ વાંચો: Ahmedabad : PIZZA ખાતા પહેલા ચેતજો ! ડોમીનોઝના પિઝાના બોક્સમાંથી નીકળી જીવાત

પરિક્રમાવાસીઓ આસ્થા-શ્રદ્ધા સાથે રાત્રી દરમિયાન પરિક્રમા કરે

તો દિવસે વધુ ગરમી હોવાને કારણે હજારો પરિક્રમાવાસીઓ આસ્થા-શ્રદ્ધા સાથે રાત્રી દરમિયાન પરિક્રમા કરે છે. પંચકોશી પરિક્રમા અર્થે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા આવ્યા હતા. તેઓએ એક સામાન્ય પરિક્રમાર્થીની માફક રામપુરા ખાતેથી પરિક્રમા શરૂ કરી પરત રામપરા ખાતે 14 કિમીની આ પરિક્રમા 2.45 કલાકના સમયમાં પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.

Chhotaudepur Panchkoshi Rituals

આ પણ વાંચો: Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

જિલ્લા કલેક્ટરે વ્યસ્તતા વચ્ચે પણ પરિક્રમા પૂર્ણ કરી

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ ઉપર ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કરી અતંયત પ્રસંશા કરી હતી. જિલ્લા કલેક્ટરે વ્યસ્તતા વચ્ચે પણ પરિક્રમા પૂર્ણ કરી હતી. આ પરિક્રમા દરમિયાન જીલ્લા કલેક્ટર સાથે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી જોડાયા હતા.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Ahmedabad : વસ્ત્રાપુરમાં એક કોમના બે જૂથ વચ્ચે અથડામણ, એક વૃદ્ધાનું મોત

Tags :
ChhotaUdepurChhotaudepur CollectorChhotaudepur Panchkoshi RitualsElection CommissionFaithFestivalGujaratGujaratFirstHistoryrituals
Next Article