Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Lok Sabha Candidate: કોંગ્રેસ અને ભાજપ પક્ષના ઉમેદવારોએ કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું

Chhotaudepur Lok Sabha Candidate: છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરાયું હતું. બંને ઉમેદવારો દ્વારા પોતાની જીતનો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કરાયો હતો. બંને ઉમેદવારો દ્વારા ઉમેદવારી...
chhotaudepur lok sabha candidate  કોંગ્રેસ અને ભાજપ પક્ષના ઉમેદવારોએ કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું

Chhotaudepur Lok Sabha Candidate: છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરાયું હતું. બંને ઉમેદવારો દ્વારા પોતાની જીતનો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કરાયો હતો.

Advertisement

  • બંને ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયું
  • ભાજપના ઉમેદવાર ફિલ્મી સ્ટાઈલથી કચેરી પહોંચ્યા
  • કોંગ્રેસના મતદાતાઓ આ વખતે કચકચાઇને મત આપવાના

તે પહેલા પોતાના નિવાસ સ્થાનેથી તમામ ધાર્મિક વિધિ સંપન્ન કર્યા બાદ જીલ્લા ભાજપા કાર્યલય ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલ જન મેદની માંટે જનસભા આયોજિત કરાઈ હતી. જ્યાં છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેન્તીભાઈ રાઠવા અભેસિંહભાઈ તડવી સહિત છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના ધારાસભ્યો તેમજ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની વિશેષ ઉપસ્થિતિમાં જનસભામાં મહાનુભાવો દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.

કાર્યકરોને કામે લાગવાનો હુંકાર પણ ભરવામાં આવ્યો

Advertisement

જે પ્રસંગે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને 6 લાખની લીડથી જીતાડી આપવાના સંકલ્પને પાર પાડવાના મક્કમ નિર્ધાર સાથે કાર્યકરોને કામે લાગવાનો હુંકાર પણ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે ખુલ્લી જીપમાં જશુભાઈ રાઠવા સહિતનાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા કલેકટરને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો જોડાયા હતા.

કોંગ્રેસ ઉમેદવારે 101% પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Advertisement

તો બીજી તરફ કોંગ્રેસનો ઉમેદવાર સુખરામભાઈ રાઠવા દ્વારા પણ આજરોજ જંગી સભાને સંબોધન કરી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તેમજ એઆઈસીસીના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ સહિતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે કોંગ્રેસ ઉમેદવાર સુખરામભાઇ રાઠવા સો ટકા નહીં પરંતુ 101% પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના મતદાતાઓ આ વખતે કચકચાઇને મત આપવાના

આ સાથે મીડિયા સાથે વાત કરતા પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવેલ કે આ વખતે મતોનો વિભાજન નહીં થવાના કારણે ભાજપની રાતની ઊંઘ હરામ થઈ છે. તેમજ ટ્રાયબલ વિસ્તારના અને કોંગ્રેસના મતદાતાઓ આ વખતે કચકચાઇને મત આપવાના છે. તો છોટાઉદેપુર જિલ્લાના કદાવર નેતાઓએ ભાજપમાં કેસરિયો કર્યો હોય તેનાથી કોંગ્રેસ નબળી પડી છે કે કેમ ના જવાબમાં જણાવેલ કે બે પાંચ મોટા માથા જતા રહેવાથી પાર્ટી બંધ થઈ જતી નથી.કોંગ્રેસ મતદાતા અને કાર્યકરો થી ઉજળી છે.

અહેવાલ તૈફિક શૈખ

આ પણ વાંચો: Gondal Ram Story: 80 વર્ષીય વૃદ્ધને લાગ્યો રામ નામનો રંગ, આટલા કરોડવાર લખ્યું “રામ”

આ પણ વાંચો: Dahod : પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપીએ હત્યા અને લૂંટ ચલાવી, છાણ અને ઘાસથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો: Gandhinagar : રોંગ સાઇડ આવતી કાર રિક્ષા સાથે અથડાઈ, મહિલાનું માથું ધડથી અલગ થઈ 10 ફૂટ દૂર ફેંકાયું!

Tags :
Advertisement

.