Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી યોજનાનું નિરીક્ષણ કરવા ગયેલા કલેક્ટરની કાર બિસ્માર રોડમાં ફસાઈ! ટ્રેક્ટરથી ખેંચવી પડી

Chhotaudepur District Survey: છોટાઉદેપુર જીલ્લાના નસવાડીના તાલુકાના ખેંડા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા નિરીક્ષણ કરવા ગયા હતા. જે દરમિયાન ખેંડા ગામે બિસ્માર રસ્તા પર જિલ્લા કલેકટરની કાર ઢાળ ચડી ના શકી હતી. જિલ્લા કલેક્ટરે કુપ્પા...
સરકારી યોજનાનું નિરીક્ષણ કરવા ગયેલા કલેક્ટરની કાર બિસ્માર રોડમાં ફસાઈ  ટ્રેક્ટરથી ખેંચવી પડી

Chhotaudepur District Survey: છોટાઉદેપુર જીલ્લાના નસવાડીના તાલુકાના ખેંડા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા નિરીક્ષણ કરવા ગયા હતા. જે દરમિયાન ખેંડા ગામે બિસ્માર રસ્તા પર જિલ્લા કલેકટરની કાર ઢાળ ચડી ના શકી હતી.

Advertisement

  • જિલ્લા કલેક્ટરે કુપ્પા પુરવઠા યોજનાનું નિરીક્ષણ કર્યું

  • કુપ્પા જુથ યોજનાનું 75 ટકા કામ પૂર્ણ

  • રસ્તાની સમસ્યાનો નિકાલ લાવવા સૂચનો પાઠવ્યા

કારને ટ્રેક્ટર વડે ચડાવીને જિલ્લા કલેકટર જાતે 2 કિલોમીટર જેટલું ચાલીને કામના સ્થળ ઉપર પહોંચી તમામ કામનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સંબંધિત અધિકારીઓને ગામમાં 10 થી 15 દિવસમાં પાણી મળતું થાય તે રીતે કામની ગતિ વધારવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. કુપ્પા જૂથ યોજનાથી ડુંગર વિસ્તારના 72 જેટલાં ગામોને પીવાનું પાણી મળશે.

આ પણ વાંચો: Amreli : કોંગ્રેસના નિલેશ કુંભાણીને ટાંકી BJP નેતાનો કટાક્ષ, લખ્યું- દેશને જરૂર છે..!

Advertisement

કુપ્પા જુથ યોજનાનું 75 ટકા કામ પૂર્ણ

આ યોજના 83 કરોડના ખર્ચે મંજુર થઈ છે.લગભગ 75 ટકા જેટલી કામગીરી પણ પૂર્ણ થઈ છે. કુપ્પા જુથ પાણી પુરવઠા યોજનાનું કામ પ્રગતિમાં હોય તેનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેકટર સહીત જિલ્લા વિકાસ અધિકારી ગયા હતા. નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં રોડ રસ્તાની તકલીફની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

આ પણ વાંચો: Rajkot : ક્ષત્રિય સમાજની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, આગામી કાર્યકમોને લઈને આપી માહિતી 

Advertisement

રસ્તાની સમસ્યાનો નિકાલ લાવવા સૂચનો પાઠવ્યા

પરંતુ જ્યારે જિલ્લા કલેકટર આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પ્રત્યક્ષ રીતે નસવાડી તાલુકાના માર્ગોની સમસ્યાનો જીવંત ઉદાહરણ જોવા મળી આવ્યું હતું. ત્યારે ગામના લોકોની આ દૈનીક સમસ્યા હોઈ આ સમસ્યાનો પણ સત્વરે સમાધાન થાય તેવી લોક લાગણીએ પણ જન્મ લીધો છે.

આ પણ વાંચો: Chhotaudepur Panchkoshi Rituals: માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં જિલ્લા અધિકારીઓ જોડાયા

Tags :
Advertisement

.