Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur district: જિલ્લામાં બિનતાલીમી શિક્ષકો બાળકોને જ્ઞાન પ્રદાન કરી રહ્યાની વાતો ઉઠી!

Chhotaudepur district: આઝાદીના આટલા વર્ષો બાદ પણ રાજ્યનો છોટાઉદેપુર જિલ્લો (Chhotaudepur) શિક્ષણ સ્તરે ખૂબ જ નબળી પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની કેટલીક ખાનગી શાળા (Schools) ઓમાં બિનતાલીમી શિક્ષકો (Teachers) દ્વારા બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે....
chhotaudepur district  જિલ્લામાં બિનતાલીમી શિક્ષકો બાળકોને જ્ઞાન પ્રદાન કરી રહ્યાની વાતો ઉઠી

Chhotaudepur district: આઝાદીના આટલા વર્ષો બાદ પણ રાજ્યનો છોટાઉદેપુર જિલ્લો (Chhotaudepur) શિક્ષણ સ્તરે ખૂબ જ નબળી પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની કેટલીક ખાનગી શાળા (Schools) ઓમાં બિનતાલીમી શિક્ષકો (Teachers) દ્વારા બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

  • ખાનગી શાળાઓમાં બિન તાલમી શિક્ષણ થયા નિયુક્ત
  • શિક્ષણ ભરતી પર લોકોએ સવાલો ઉઠાવ્યા
  • અટકળો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન

ખાનગી શાળાઓમાં બિન તાલમી શિક્ષણ થયા નિયુક્ત

રાજ્ય સરકાર (State Government) દ્વારા છોટાઉદેપુરમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ (Education) મળે તેની સતત ચિંતા કરવામાં આવે છે. સાથે જ બાળકોને પ્રોત્સહના મળે તે દિશામાં નક્કર અને પરિણામલક્ષી યોજનાઓ થકી શિક્ષણ (Education) ની ગુણવત્તાનો આંક ઊંચો લાવવા સતત પ્રયાસો થતા રહે છે. તેવામાં જિલ્લામાં કામ કરતી કેટલીક ખાનગી શાળા (Schools) ઓમાં છેલ્લા કેટલાક સમયથી બિનતાલીમી શિક્ષકો (Teachers) દ્વારા બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

Chhotaudepur district

Chhotaudepur district

Advertisement

શિક્ષણ ભરતી પર લોકોએ સવાલો ઉઠાવ્યા

રાજ્ય સરકાર (State Government) દ્વારા જ્યારે તદ્દન હંગામી ધોરણે કરાતી જ્ઞાન સહાયકો (Teachers) ની ભરતી પણ સંપૂર્ણ લાયકાત વાળા શિક્ષકોથી ભરતી કરવામાં આવે છે. ત્યારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ (Self Finance) વાલીઓ પાસેથી માતબર ફી વસૂલતી હોય છે. તેવામાં બિન તાલીમી કહેવાતા શિક્ષકો (Teachers) શું બાળકોને જ્ઞાનનો રસ થાળ પીરસતા હશે, તેવા હાલ તો પ્રજાની ચર્ચામાં સવાલો ઉઠી રહ્યા છે.

અટકળો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા-કોલેજમાં નિશ્ચિત લાયકાત ધરાવતા શિક્ષકો (Teachers) ને નિયૂક્ત કરવામાં આવતા હોય છે. જોકે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમારને પુછતા જણાવેલ કે અમારી પાસે પર્યાપ્ત યાદીમાં દર્શાવેલ શિક્ષકો (Teachers) માં તમામ તાલીમી શિક્ષકો હોવાનું જણાય રહ્યું છે. તેમ છતાં આ અંગે અમારી ટીમોને નિરીક્ષણ વખતે ક્રોસ વેરીફિકેશન કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Advertisement

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: અયોધ્યા બાદ હવે અમદાવાદમાં ‘રામ પથ’,આ રોડને મળ્યું નવું નામ

Tags :
Advertisement

.