Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Collector: કલેક્ટરે જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે સઘન ઝુંબેશ ચાલુ કરી

Chhotaudepur Collector: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને છોટાઉદેપુર લોકસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણધા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેન્સ ટીમની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા (Chhotaudepur Collector) દ્વારા લેવામાં આવી હતી. જ્યાં જરૂરી જણાયું...
chhotaudepur collector  કલેક્ટરે જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે સઘન ઝુંબેશ ચાલુ કરી

Chhotaudepur Collector: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને છોટાઉદેપુર લોકસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણધા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેન્સ ટીમની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા (Chhotaudepur Collector) દ્વારા લેવામાં આવી હતી. જ્યાં જરૂરી જણાયું ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

  • છોડાઉદેપુરના ચેકપોસ્ટોની કલેક્ટરે મુલાકાત લીધી
  • કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાન કાર્યક્રમો યોજાઈ રહ્યા
  • ચૂનાવ પાઠશાળાના નામે મતદાન જાગૃતિ યોજાઈ રહ્યો

આગામી લોકસભાને લઈ જિલ્લા વહીવટી તંત્ર (Chhotaudepur Collector) એકદમ સજાગ અને સજ્જ છે. તમામ ચુંટણી પ્રક્રિયા તટસ્થ, પારદર્શક રીતે અને તંદુરસ્ત વાતાવરણમાં થાય, તેવા અભીગમ સાથે તેને પાર પાડવા જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શનમાં તમામ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.

Advertisement

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાન કાર્યક્રમો યોજાઈ રહ્યા

આ સાથે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન (Voting) કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બને તે માટે પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા (Chhotaudepur Collector) ના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અર્થે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ચૂનાવ પાઠશાળાના નામે મતદાન જાગૃતિ યોજાઈ રહ્યો

Advertisement

જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર (Election Commission) દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં જિલ્લામાં સ્ત્રી-પુરુષ મતદાન (Voting) ટકાવારીમાં 10 ટકાથી વધુના તફાવત હોય તેવા અને ૫૦ ટકાથી ઓછું મતદાન (Voting) નોંધાયું હોય તેવા મતદાન મથકો (Voting Booth) ની ઓળખ કરીને એવા વિસ્તારોમાં "ચૂનાવ પાઠશાળા" રૂપી મતદાન (Voting) જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના ગુડા-1, ગુડા-2 અને મંડલવા-1, કવાંટ તાલુકાના મોટી સાંકળ, દેવધ અને વીજળી તેમજ બોડેલી તાલુકાના ધરોલીયા મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ તૌફિલ શૈખ

આ પણ વાંચો: Know Your Candidate: આ APP પર મળશે તમારા વિસ્તારના ઉમેદવારની A to Z માહિતી

આ પણ વાંચો: Rajkot : રાજકોટ પોલીસ વિવાદમાં સપડાઈ! અજાણ્યા પોલીસકર્મીએ ઢોર માર મારતા શખ્સનું મોત!

આ પણ વાંચો: VADODARA : હાય, ગરમી ! ગોત્રી-સેવાસી રોડ પરનો ડામર પીગળતો જણાયો

Tags :
Advertisement

.