Chhotaudepur : પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ CM ની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇસ મુલાકાત, કરી આ ટકોર
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઇસ મુલાકાત લીધી હતી. નવનિર્માણ થઈ રહેલી બિલ્ડિંગમાં ચાલતા બાંધકામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલ જવાબદારોને કેટલીક ટકોર પણ કરી હતી.
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકમાં આવેલ પી.એમ શાળા ખાતે આજે યોજાયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધાર્યા હતા. મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) છોટાઉદેપુરની PM શ્રી તાલુકા શાળા નં-1 ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશપાત્ર ભૂલકાઓ–બાળકો તેમ જ ધોરણ-9 તથા ધોરણ-11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને ઉમંગ-ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો અને બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો.
ત્યારબાદ શાળાની બાજુમાં આવેલ સિવિલ હોસ્પિટલની (Civil Hospital) સરપ્રાઈઝ મુલાકાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. જ્યાં 20 કરોડનાં ખર્ચે નવનિર્માણ થઈ રહેલી બિલ્ડિંગમાં ચાલતા કામનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન, તેઓને એક જાગૃત નાગરિક દ્વારા હોસ્પિટલમાં તબીબના અભાવ અને હોસ્પિટલમાં ગંદકી બાબતે ફરિયાદ કરી હતી, જે અંતર્ગત મુખ્યપ્રધાને જવાબદારોને ટકોર કરી હતી.
નિર્માણાધીન સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત
અત્રે નોંધનીય છે કે, છોટાઉદેપુર (Chhotaudepur) ખાતે અંદાજિત રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં 212 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે, જેમાં 100 જનરલ બેડ, 50 ક્રિટિકલ કેર યુનિટ, 42 પીડિયાટ્રિક યુનિટ, 20 ICU, ઓપરેશન થિયેટર, લેબરરૂમ, ફિજિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓમાં મળશે.
જવાબદાર અધિકારીઓને કરી ટકોર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વર્ગખંડોમાં જઇને વાંચન-લેખન, ગણન કૌશલ્ય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. તેમણે સ્માર્ટ વર્ગખંડ સહિત શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે આ શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?
આ પણ વાંચો - Surat : BRTS બસના કંડક્ટરને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારતા મુસાફરનો Video વાઇરલ, MLA કહી આ વાત
આ પણ વાંચો - Dwarka : ખંભાળિયામાં વીજળી પડતા એકનું મોત, ગોમતી ઘાટ પર પોલીસ બંદોબસ્ત