Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur canal: છોટાઉદેપુરમાં ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગના કામે લાગ્યા

Chhotaudepur canal: રાજ્ય સરકાર અને પાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ખેડૂતો અને નાગરિકોએ રાજ્ય સરકારને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું છે. બોડેલી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડ્યા ખેડૂતોના પાકને યોગ્ય પાણી પહોંચી નથી રહ્યું ખેડૂતોએ...
11:23 PM Feb 25, 2024 IST | Aviraj Bagda
In Chhotaudepur, instead of farming, farmers took up canal repairing work

Chhotaudepur canal: રાજ્ય સરકાર અને પાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ખેડૂતો અને નાગરિકોએ રાજ્ય સરકારને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું છે.

બોડેલી તાલુકાના ટીંબીમાં આવેલી કેનાલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થતો. જોકે વારંવાર ખેડૂતો અને નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા ગામના લોકો પાલિકાની સામે રોષે ભરાયા હતા.

Chhotaudepur canal

આ કેનાલમાંથી નીકળતું પાણી ગોવિંદપૂરા, તાંદલજા, ઘેલપુર ગામના ખેડુતોના પાકને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી કામે લાગ્યા હતા. આમ કહેવું ક્યાંય ખોટું નથી કે ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગ ના કામે લાગ્યા છે.

રાજ્ય સરકારની જમહિતની વાતો માત્ર વાતો બરાબર

રાજ્ય સરકાર હરહંમેશ જનહિતની ચિંતા કરતી હોય છે. જેમની પ્રાથમિક જવાબદારી ખેડૂતોને નિયમિત ખેતી માટે પાણી મળી રહે તે જોવાની છે. પરંતુ ક્યાંકને ક્યાંક કેટલાંક બાબુઓની બેદરકારીના પાપે ખેડૂતોની હાલત કફોડી બની છે.

Chhotaudepur canal

કેનાલમાં અનેક આવા ગાબડા પડેલા

બોડેલી તાલુકાના ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણાયક પરિણામલક્ષી પગલાં નહીં ભરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. ખેડુત પટેલ રોશનભાઈએ હતું કે, કેનાલ પર આવા અનેક ગાબડા પડયા છે. જે અંગે અનેક વખત તંત્રને રજુઆતો કરવા છતાં કોઇ રિસ્પોન્સ ના મળતા. આજે જાતે ખેતી કામ છોડી કેનાલ રેપેરિંગના કામે લાગ્યા છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો:  HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર

Tags :
Canal RepairingChhotaudepur BodeliChhotaudepur canalChhotaudepur CollectorFarmersfarmingGujaratGujaratFirst
Next Article