Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur canal: છોટાઉદેપુરમાં ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગના કામે લાગ્યા

Chhotaudepur canal: રાજ્ય સરકાર અને પાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ખેડૂતો અને નાગરિકોએ રાજ્ય સરકારને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું છે. બોડેલી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડ્યા ખેડૂતોના પાકને યોગ્ય પાણી પહોંચી નથી રહ્યું ખેડૂતોએ...
chhotaudepur canal  છોટાઉદેપુરમાં ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગના કામે લાગ્યા
Advertisement

Chhotaudepur canal: રાજ્ય સરકાર અને પાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ખેડૂતો અને નાગરિકોએ રાજ્ય સરકારને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું છે.

Advertisement

  • બોડેલી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડ્યા
  • ખેડૂતોના પાકને યોગ્ય પાણી પહોંચી નથી રહ્યું
  • ખેડૂતોએ ખેતી છોડી કેનાલના ભંગાણ પૂર્યા

બોડેલી તાલુકાના ટીંબીમાં આવેલી કેનાલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થતો. જોકે વારંવાર ખેડૂતો અને નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા ગામના લોકો પાલિકાની સામે રોષે ભરાયા હતા.

Advertisement

Chhotaudepur canal

Chhotaudepur canal

Advertisement

આ કેનાલમાંથી નીકળતું પાણી ગોવિંદપૂરા, તાંદલજા, ઘેલપુર ગામના ખેડુતોના પાકને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી કામે લાગ્યા હતા. આમ કહેવું ક્યાંય ખોટું નથી કે ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગ ના કામે લાગ્યા છે.

રાજ્ય સરકારની જમહિતની વાતો માત્ર વાતો બરાબર

રાજ્ય સરકાર હરહંમેશ જનહિતની ચિંતા કરતી હોય છે. જેમની પ્રાથમિક જવાબદારી ખેડૂતોને નિયમિત ખેતી માટે પાણી મળી રહે તે જોવાની છે. પરંતુ ક્યાંકને ક્યાંક કેટલાંક બાબુઓની બેદરકારીના પાપે ખેડૂતોની હાલત કફોડી બની છે.

Chhotaudepur canal

Chhotaudepur canal

કેનાલમાં અનેક આવા ગાબડા પડેલા

બોડેલી તાલુકાના ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણાયક પરિણામલક્ષી પગલાં નહીં ભરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. ખેડુત પટેલ રોશનભાઈએ હતું કે, કેનાલ પર આવા અનેક ગાબડા પડયા છે. જે અંગે અનેક વખત તંત્રને રજુઆતો કરવા છતાં કોઇ રિસ્પોન્સ ના મળતા. આજે જાતે ખેતી કામ છોડી કેનાલ રેપેરિંગના કામે લાગ્યા છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

આવતીકાલથી ST બસોના ભાડામાં 10 ટકાનો વધારો થશે, ટિકિટદરમાં વધશે 1થી 4 રુપિયા

featured-img
ગુજરાત

Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!

featured-img
ગુજરાત

આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન, 3જા જજના મતથી લેવાયો નિર્ણય

featured-img
ગુજરાત

Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?

featured-img
ગુજરાત

Gujarat Fisheries : મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને આપશે નવી દિશા

Trending News

.

×