Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur BJP News: ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં રાજકારણ ગરમાયું

Chhotaudepur BJP News: છોટાઉદેપુર (Chhotaudepur) માં ભાજપ (BJP) દ્વારા ભાજપ ભરતી મેળો યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ (BJP) દ્વારા છોટાઉદેપુર (Chhotaudepur) ના કુખ્યાત Bootleggerનું જાહેર મંચ પર સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે છોટાઉદેપુર સહિત ગુજરતનું...
chhotaudepur bjp news  ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં રાજકારણ ગરમાયું

Chhotaudepur BJP News: છોટાઉદેપુર (Chhotaudepur) માં ભાજપ (BJP) દ્વારા ભાજપ ભરતી મેળો યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ (BJP) દ્વારા છોટાઉદેપુર (Chhotaudepur) ના કુખ્યાત Bootleggerનું જાહેર મંચ પર સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે છોટાઉદેપુર સહિત ગુજરતનું રાદકારણ ગરમાયું છે.

Advertisement

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં યોજાયેલો ભાજપ (BJP) ભરતીમેળામાં કુખ્યાત Bootleggerને સ્ટેજ પર બુકે આપીને બેસાડવામાં આવ્યો હતો. જોકે છોટાઉદેપુરમાં Congressના આગેવાનો Congress છોડીને ભાજપ (BJP) માં જોડાવાનો કાર્યક્રમ ભાજપના મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં અલીરાજપુરના વતની એવા પીન્ટુ જયસ્વાલ જે ગુજરાતના 8 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છે, તેને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું.

ગોરધન ઝડફિયાએ બુટલેરનું જાહેર મંચ પર સ્વાગત કર્યું હતું

આ બુટલેગરની છોટાઉદેપુર જીલ્લા SOGએ ગત 22 ડિસેમ્બર 2022ના રોજ અલીરાજપુરથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે, આ Bootleggerનું મકાન ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલું છે. તો જ્યારે ભાજપ (BJP) દ્વારા કાર્યાલયને ડેવલોપ્મેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બુટલેગરે આ મકાન ભાજપ (BJP) ને વહેંચી દીધું હતું. જેને લઈ ગોરધન ઝડફિયાએ બુટલેરનું જાહેર મંચ પર સ્વાગત કર્યું હતું.

Advertisement

ભાજપ ચૂંટણી સમયે યુવાનોને બગાડી રહી

તો બીજી તરફ વિપક્ષને ભાજપ (BJP) વિરુદ્ધ મોરચો ખોલવાનો મોકો મળી ગયો છે. આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અને છોટાઉદેપુર લોકસભા બેઠકના Congress ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે ભાજપ (BJP) ચૂંટણીના સમયે યુવાનોને બગાડવાનું કાર્ય કરે છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ભાજપના રાજમાં ગુજરાત નશામુક્ત નહિ પણ નશાયુકત થઈ રહ્યું છે.

બુટલેગર પીન્ટુ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે

છોટાઉદેપુર સહિત ગુજરાતમાં આ બુટલેગર પીન્ટુ જયસ્વાલ ઉપર 8 જેટલા ગુના નોંધાયા છે. જેમાં કવાંટ પોલીસ મથકમાં 2017, કરાલી પોલીસ મથકમાં 2017, છોટા ઉદેપુર પોલીસ મથકમાં 2017, પાનવડ પોલીસ મથકમાં 2017, સાગટાળા પોલીસ મથકમાં 2017, મોરવા પોલીસ મથકમાં 2017, ડભોઇ પોલીસ મથકમાં 2011, અને તિલકવાડા પોલીસ મથકમાં 2019 ના વર્ષમાં મળી કુલ 8 પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા. આ બુટલેગર ખુલ્લેઆમ ફરતો હતો છતાં તેની ધરપકડ કોઈ પોલીસે કરી ન હતી અને છોટાઉદેપુર SOGએ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

આ પણ વાંચો: Bhuj News: કચ્છી લેઉઆ પટેલ સમાજની મહિલાએ લંડનમાં પોલીસ બનીને સમાજનું ગૌરવ વધાર્યું

આ પણ વાંચો: Parshottam Rupala Statement: દલિત સમાજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Tags :
Advertisement

.