Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota Udepur: વિદ્યાર્થિનીઓની છેડતી મામલે સરકાર ગંભીર, ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને આપી આ સૂચના

છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડીમાં (Naswadi) એક શરમજનક ઘટના બની હતી, જેમાં શાળાએથી ઘરે આવતી વિદ્યાર્થિનીઓ સાથે ખાનગી પીકઅપ વાનમાં છેડતી કરવામાં આવી હતી. આજીજી કરવા છતાં પીકઅપ વાનના ડ્રાઇવરે વાન ઊભી રાખી નહોતી. આથી પોતાની આબરું બચાવવા વિદ્યાર્થિનીઓ...
chhota udepur  વિદ્યાર્થિનીઓની છેડતી મામલે સરકાર ગંભીર  ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને આપી આ સૂચના

છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડીમાં (Naswadi) એક શરમજનક ઘટના બની હતી, જેમાં શાળાએથી ઘરે આવતી વિદ્યાર્થિનીઓ સાથે ખાનગી પીકઅપ વાનમાં છેડતી કરવામાં આવી હતી. આજીજી કરવા છતાં પીકઅપ વાનના ડ્રાઇવરે વાન ઊભી રાખી નહોતી. આથી પોતાની આબરું બચાવવા વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી, જેથી તેમને ઇજા પહોંચી હતી. આ મામલો સામે આવતા વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Minister of State for Home Harsh Sanghvi) પણ આ મામલે ગંભીર નોંધી લીધી છે અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના આપી છે. માહિતી અનુસાર, આ મામલે પોલીસે એક યુવકની અટકાયત કરી હતી, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

Advertisement

છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડીમાં (Naswadi) વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના બાદ દીકરીઓની સુરક્ષાને લઈ સવાલ ઊભા થયા છે. નસવાડીમાં કેટલીક વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે જવા માટે એક ખાનગી પીકઅપ વાનમાં બેઠી હતી. ત્યારે કેટલાક નરાધમોએ વિદ્યર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરી હતી. જો કે, વિદ્યાર્થિનીઓએ ડ્રાઇવરને વાન ઊભી રાખવા ઘણી આજીજી કરી પરંતુ ડ્રાઈવરે પીકઅપ વાન ઊભી ન રાખી વધુ સ્પીડથી ગાડી ભગાવી હતી. આથી આબરૂં બચાવવા અને નરાધમોના ડરથી વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કૂદી હતી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આપી કડક સૂચના

ચાલુ વાનમાંથી કૂદી જતા વિદ્યાર્થિનીઓને ઇજાઓ થઈ હતી. વિદ્યાર્થિનીઓના કૂદી પડ્યા બાદ પીકઅપ વાનનો અકસ્માત સર્જાયો હતો. આ મામલો સામે આવતા વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીઓની જલદી ધરપકડ કરવા અને કડક સજા કરવા માગ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ગંભીર નોંધી લીધી છે અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના આપી છે. માહિતી અનુસાર, છોટા ઉદેપુર પોલીસે (Chhota Udepur) આ કેસમાં એક યુવકની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. લોકો ડ્રાઈવર વિરુદ્ધ પણ કડક પગલાં ઉગ્ર માગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Assam : બસ-ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, બસના ફુરચેફુરચા બોલાયા, 12ના મોત, 25 ઇજાગ્રસ્ત

Advertisement
Tags :
Advertisement

.