CHHOTA UDEPUR : શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી
અહેવાલ - તોફીક શેખ છોટા ઉદેપુર નગર સહિત પંથકમાં શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી રહી છે. ગૃહિણીઓના બજેટ ઉપર ફરી તવાઈ આવી છે. રાજ્યમાં ગત રવિવારે માવઠાએ કહેર વર્તાવ્યો હતો માવઠાના કારણે ખેડૂતોને...
08:27 PM Dec 02, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - તોફીક શેખ
છોટા ઉદેપુર નગર સહિત પંથકમાં શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી રહી છે. ગૃહિણીઓના બજેટ ઉપર ફરી તવાઈ આવી છે.
રાજ્યમાં ગત રવિવારે માવઠાએ કહેર વર્તાવ્યો હતો
માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તુવેર, શાકભાજી, કપાસ સહિતના ખેતી પાકને મોટું નુકસાન થયું છે અને તેમાંથી ખેડૂતોની કળ વળી નથી. ત્યાં ફરી માવઠાની મોંકાણ સામે આવી છે. ખેડૂતોને જ નહી પણ આ માવઠું સામાન્ય લોકોને પણ રાતા પાણીએ રડાવી રહ્યું છે. સિંગતેલના ભાવમાં ભડકો થયા બાદ હવે લીલા શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. અને ૩૦થી ૩૫ ટકાનો અસહ્ય ભાવવધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે.
શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી રહી છે અને ભાવમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ટામેટા જ્યાં રૂા.૨૦ એ પ્રતિ કિલો મળતા હતા. તેના ભાવ હવે રૂા.૪૦ થઈ ચૂકયા છે. તેવી જ રીતે ફુલાવર, કોબિઝ, તુવેર, વટાણા, ભીડા, લીલા મરચા, ટીંડોળાનો ભાવ પણ રૂા.૧૦૦ પ્રતિ કિલોએ પહોંચ્યો છે. આદૂનો ભાવ તો રૂા.૧૫૦ પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ રૂા.૧૫૦ એ પહોંચ્યો છે.
ત્યારે માવઠાનો માર હજુ પણ મુશ્કેલી સર્જી શકે છે. માવઠાના કારણે શાકભાજીની ખેતીને મોટું નુકસાન થયું છે અને ફુલાવરથી લઈ અન્ય શાકભાજીમાં જીવાતથી લઇ ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં શાકભાજીને માવઠાના કારણે મોટો ફટકો પડ્યો છે. હજુ પણ ૧ ડીસેમ્બરથી પાંચમી ડીસેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે ત્યારે રહ્યો સહ્યો શાકભાજીનો પાક પણ બગડી શકે છે અને ઉત્પાદન ઘટી શકે છે.
આ પણ વાંચો -- વિશ્વ ડિસેબિલીટી દિવસ : જન્મજાત દિવ્યાંગતા ધરાવતા બે ટ્વીન્સ પૈકી રાજ પટેલ મોતના મુખમાંથી બહાર આવ્યો
Next Article