Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નકલી કચેરીના કૌભાંડના આરોપીના મૃત્યુની તપાસ કરવા માંગ

VADODARA : છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના કૌભાંડમાં (Chhota Udepur fake govt office case) સામેલ સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ બાદ તેને મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે....
02:18 PM May 16, 2024 IST | PARTH PANDYA

VADODARA : છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના કૌભાંડમાં (Chhota Udepur fake govt office case) સામેલ સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ બાદ તેને મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેના મૃતદેહનું એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે પરિજનો દ્વારા તેના મૃતદેહનો સ્વિકાર નહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો

છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના કૌભાંડમાં સામેલ સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. સંદીપ રાજપૂતને ગત સાંજે પોણા છ વાગ્યે અચાનક ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતો હતો, જ્યાં તેની લગભગ અડધો કલાક જેટલી ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યો છે. તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. જ્યાં તેના પરિજનોએ આક્રોષ સાથે ચીમકી ઉચ્ચારી છે.

અમે ડેડ બોડી લઇ જવાના નથી

પરિવારની મહિલા દ્વારા જણાવાયું કે, સંદિપ રાજપુત મારો ભત્રીજો હતો. અને ગઇ કાલે મળ્યા હતા. બાદમાં પોલીસે અમને જાણ કરી કે, સંદિપની તબિયત બગડી છે. અમે તેને હોસ્પિટલ લઇ જઇ રહ્યા છીએ. 10 મીનીટમાં ફરી ફોન આવ્યો અને કહ્યું કે, તેનું મૃત્યુ થઇ ગયું છે. મારે પુછવું છે કે, તમે એવું તો તેની સાથે શું કરી નાંખ્યું કે તેનું મૃત્યું થયું છે. મારા ભત્રીજાએ 40 વર્ષની ઉંમરે જીવ ગુમાવવો પડ્યો છે. આની પાછળ તપાસ થવી જોઇએ. અમે ડેડ બોડી લઇ જવાના નથી.

તેમને ડાયાબીટીશ હતો

મૃતકનો નાનો ભાઇ સંજય રાજપુત જણાવે છે કે, પોલીસવાળાનો છોટાઉદેપુર સબજેલમાંથી ફોન આવ્યો હતો. અને સરકારી દવાખાને લઇ જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યાં લઇ ગયા બાદ 10 મીનીટમાં પાછો ફોન આવ્યો હતો. અને કહ્યું કે તેમને એટેક આવ્યો છે, અને તેમનું મૃત્યુ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. બાકી તેમની તબિયત તો સારી હતી. તેમને કોઇ બિમારી ન્હતી. તેમને ડાયાબીટીશ હતો.

આ પણ વાંચો -- VADODARA : પઝેશન નહી મળતા લોકોના પોલીસ મથકમાં ધામા

Tags :
accusedafterBodycaseChestChhotadiedfakeFeelingGovtofficepainPMudepurVadodara
Next Article