Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી

અહેવાલ  - સંજય જોષી-અમદાવાદ  74 મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં અડધા હેકટર વિસ્તારમાં બ્લોક તેમજ બાઉન્ડ્રીમાં વડના 108 રોપા તથા અન્ય જાતના 500 રોપાઓ મળી કુલ 600 થી વધુ રોપાઓનું વાવેતર કરાયું. સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લામાં પર્યાવરણ...
અમદાવાદ જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી

અહેવાલ  - સંજય જોષી-અમદાવાદ 

Advertisement

74 મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં અડધા હેકટર વિસ્તારમાં બ્લોક તેમજ બાઉન્ડ્રીમાં વડના 108 રોપા તથા અન્ય જાતના 500 રોપાઓ મળી કુલ 600 થી વધુ રોપાઓનું વાવેતર કરાયું. સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ લાભાર્થીઓને સન્માન તેમજ સહાયના ચેક અર્પણ કરાયા. રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી દસ્ક્રોઇ તાલુકાના પીરાણા ગામમાં આવેલા ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે પ્રેરણાતીર્થ ધામના પ.પૂ જગતગુરુ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

74 મા વન મહોત્સવના અવસરે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે, આજે ૭૪મા વન મહોત્સવ ઉજવણી આપણે એક પવિત્ર જગ્યા પર કરી રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ એક સંકલ્પ લેવાની પણ જરૂર છે કે આપણે આજે જે છોડ વાવી રહ્યા છીએ તેને દત્તક લઇને તેનું જનત કરીએ, એ આપણા સૌની એક નૈતિક જવાબદારી પણ છે. આ સાથે રાજ્યના દરેક નાગરિકે એક છોડનું વાવેતર કરીને તેને દત્તક લઇને તેના જતનની નૈતિક જવાબદારી પણ લેવી જોઇએ, જેનાથી આપણે ક્લાયમેન્ટ ચેન્જને કારણે થતી અસરોને ઘટાડવામાં સહભાગી થઈ શકીશું.

Advertisement

અમદાવાદ જિલ્લા કક્ષાના 74 મા વનમહોત્સવ અંતર્ગત અમદાવાદ ખાતે અડધા હેકટર વિસ્તારમાં બ્લોક તેમજ બાઉન્ડ્રીમાં વડના 108 રોપા તથા અન્ય જાતના 500 રોપાઓ મળી કુલ 600થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે વૃક્ષ રથનો 1 રૂટ બનાવી 8 ગામોનો સમાવેશ કરી વિવિધ જાતના 5000 રોપાનું વિતરણ કરવાનું આયોજન પણ સમાજિક વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image preview

આ અવસરે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૭૪મા વન મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 10 તાલુકા કક્ષાના વન મહોત્સવ, ૩૨૫ ગ્રામ્ય કક્ષા વન મહોત્સવ તેમજ 10 તાલુકાઓમાં વૃક્ષ રથ થકી ૩૮ રૂટ બનાવી ૪૫૯ ગામો આવરી લઈ વાવેતર અને વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

વન વિભાગ તરફથી વિનામૂલ્યે કુટુંબદીઠ ચૂલા આપવામાં આવ્યા
૭૪મા વન મહોત્સવના અવસરે સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન તેમજ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રેખાબહેન સંજયભાઈ રાઠોડ દ્વારા ચાલું વર્ષે રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વન વિભાગ તરફથી મહિલા નર્સરી અંતર્ગત રૂ. ૨૪,૬૨૮ની સહાય આપવામાં આવી છે. અન્ય લાભાર્થી સાણંદ તાલુકાના રંજનબહેન સંજયભાઈ મકવાણા દ્વારા ચાલુ વર્ષે રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી માટે વન વિભાગ તરફથી મહિલા નર્સરી અંતર્ગત રૂ. ૪૯,૫૬૯ની સહાય ચૂકવવામાં આવી છે.આ સિવાય દસકોઈ તાલુકાના રમીલાબહેન નરેન્દ્રભાઈ સોલંકી અને ભાવનાબહેન ગૌતમભાઈ સોલંકી બળતણ બચાવ અને સ્વાસ્થ્ય સુધારણા તેમજ સ્વચ્છતા અભિયાન સંલગ્ન પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વન વિભાગ તરફથી વિનામૂલ્યે કુટુંબદીઠ ચૂલા આપવામાં આવ્યા છે.

વન વિભાગ દ્વારા મોમેન્ટો આપની સન્મા કરાયું 
જ્યારે દેત્રોજ તાલુકાના મનીષભાઈ હરિભાઈ પટેલે પોતાની જમીનમાં ચાલું વર્ષે 6000 નીલગીરીનું વાવેતર કર્યું છે. તેઓની આ ઉત્કૃષ્ટ કામગીરી માટે વન વિભાગ તરફથી સાલ તથા મોમેન્ટો આપની સન્માનિત કરવામાં આવ્યા હતા. બાવળા તાલુકાના ઇશ્વરભાઇ ભરતભાઈ પઢાર દ્વારા ધી પઢાર પછાત વર્ગ સામુદાયિક સહકારી ખેતી મંડળી અંતર્ગત 8000 થી વધારે વૃક્ષો ઉછેરી પર્યાવરણી જાળવણી કરવા માટે વન વિભાગ તરફથી સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

છેલ્લાં બે વર્ષમાં 10,000 થી વધારે વૃક્ષો વાવી તેનો ઉછેર કરાયું 

ધોળકા તાલુકાના હેમલ જહાંનારા શાહે લોલીયા ગામે છેલ્લાં બે વર્ષમાં 10,000 થી વધારે વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા બદલ તેમજ સાણંદ તાલુકાના સલીમ ખાન વઝીર ખાન કુરેશીને છારોડી ગામના તળાવ ખાતે ગામના રસ્તાની બંને બાજુ તથા ગામ પંચાયતની પડતર જમીન ઉપર ૩૦૦૦ જેટલા રોપાનું વાવેતર કરી ગામને હરિયાળુ બનાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી તે બદલ સાલ અને મોમેન્ટો આપને સન્માનિત કરવામાં આવ્યા હતા.

૭૪મા વન મહોત્સવ અંતર્ગત ગુરુકુલના વિદ્યાર્થીઓની એક નવતર પહેલ
૭૪મા વન મહોત્સવ અંતર્ગત ૬૦૦થી વધુ રોપાઓનું જે વાવેતર થયું તેના ઉછેરની તમામ જવાબદારી ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા સ્વિકારીને ગુરુકળના દરેક વિદ્યાર્થીઓને એક-એક છોડની જવાબદારી સોંપવામાં આવી છે. હવે એ વિદ્યાર્થી પોતાની નૈતિક જવાબદારી સમજીને એ છોડનો ઉછેર કરશે. વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ ઉદ્દેશ સાથે ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ

Tags :
Advertisement

.