સુડી ચપ્પા બનાવનારા કચ્છના રેહા નાના ગામના આર્ટિઝનો સાથે મુલાકાત કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા
કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કચ્છ જિલ્લાના નાના રેહા ગામે સુડી ચપ્પા બનાવનારા કારીગરો સાથે મુલાકાત કરી હતી. રાજ્યમંત્રીએ તેમની મુલાકાત લઈને સુડી ચપ્પા સહિત સાધનોની કામગીરીને બિરદાવી હતી. આ સાથે રાજ્યમંત્રીશ્રીએ કેવી રીતે માર્કેટ વિકસાવીને વધુમાં વધુ પ્રોડક્ટનું વેચાણ કરી શકાય તે બાબતે તેમને માર્ગદર્શન આપ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે તેમને ટ્રેનિàª
કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કચ્છ જિલ્લાના નાના રેહા ગામે સુડી ચપ્પા બનાવનારા કારીગરો સાથે મુલાકાત કરી હતી. રાજ્યમંત્રીએ તેમની મુલાકાત લઈને સુડી ચપ્પા સહિત સાધનોની કામગીરીને બિરદાવી હતી. આ સાથે રાજ્યમંત્રીશ્રીએ કેવી રીતે માર્કેટ વિકસાવીને વધુમાં વધુ પ્રોડક્ટનું વેચાણ કરી શકાય તે બાબતે તેમને માર્ગદર્શન આપ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે તેમને ટ્રેનિંગ આપવા બાબતે રાજ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત કિચન નાઈફ એસેસરીઝ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પહોંચે અને આ કારીગરોને વધુમાં વધુ રોજગારી મળે તે દિશામાં કામગીરી કરવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય એ છે કચ્છની કલા આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે જેમાં સૂડી ચપ્પુની કારીગરી પણ બેનમૂન છે,કચ્છના અંજાર,નાના રેહા સહિતના વિસ્તારમાં સૂડી-ચપ્પુના કારીગરો જોવા મળે છે. ખૂબ જ બારીકાઈથી આ કામ કરવામાં આવે છે પેઢી દર પેઢીથી કારીગરો સૂડી-ચપુ બનાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement