Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad : કુંડળ ગામે દશેરાના દિવસે પાળીયાની પૂજા અર્ચના કરી સિંદુર, ઘી ચડાવી પર્વ મનાવાય છે ઉજવણી

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ   બોટાદના બરવાળા તાલુકાના કુંડળ ગામે અનોખી રીતે દશેરા પર્વની કરાઈ છે ઉજવણી. કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ ગામના લોકો દ્વારા ગામમાં આવેલા પાળીયા ને સિંદુર અને ઘી ચડાવી પૂજાઅર્ચના કરી દશેરા પર્વની કરાઈ ઉજવણી....
botad   કુંડળ ગામે દશેરાના દિવસે પાળીયાની પૂજા અર્ચના કરી સિંદુર  ઘી ચડાવી પર્વ મનાવાય છે ઉજવણી

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ

Advertisement

બોટાદના બરવાળા તાલુકાના કુંડળ ગામે અનોખી રીતે દશેરા પર્વની કરાઈ છે ઉજવણી. કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ ગામના લોકો દ્વારા ગામમાં આવેલા પાળીયા ને સિંદુર અને ઘી ચડાવી પૂજાઅર્ચના કરી દશેરા પર્વની કરાઈ ઉજવણી.

Advertisement

Image preview

આજે દશેરા ભગવાન શ્રીરામે રાવણનું દહન કર્યું હતું એટલે કે વિજયા દસમીની ઊજવણી કરવામાં આવી રહી છે. શહેરોમાં લોકો આજના પવિત્ર દિવસે જલેબી ફાફડા અને મીઠાઈ વહેંચી દશેરા પર્વની ઉજવણી કરતા હોય છે તો બીજી તરફ આજના દિવસે લોકો રાવણનું પૂતળું બનાવી તેનું દહન કરી વિજયા દસમીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે વિજિયા દસમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે.

Advertisement

Image preview

કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વ નિમિતે કુંડળ ગામે પાળિયાની પુંજા કરવામાં આવે છે. આજના દિવસે પાળિયાને સિંદૂર અને ઘી લગાડવામાં આવે છે. માન્યતા મુજબ પહેલાના સમયમાં જે વડવાઓ ગાય અને સ્ત્રીઓ તેમજ બ્રાહ્મણ માટે તેઓની રક્ષા માટે લડીને મોતને ભેટ્યા હોય તેની આજે કુંડળ ગામના લોકો અને યુવાનો મોટી સંખ્યામા પાળિયાની પૂજા અર્ચના કરી વિજિયા દસમીની અનોખી રીતે ઉજવણી કરાય છે

આ  પણ  વાંચો -KALOL : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઇફ્કોના નેનો DAP તરલ પ્લાન્ટનું લોકાર્પણ

Tags :
Advertisement

.