Botad : હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાની ગૌરવ પુરસ્કાર એવોર્ડ માટે પસંદગી, ગઢડાના લોકોમાં આનંદ
અહેવાલ- ગજેન્દ્ર ખાચર બોટાદ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા 2021-22 માટે ગૌરવ પુરસ્કાર એવોર્ડ માટે સંગીત,નાટક,લોક કલા,લોક સંગીત જેવા અલગ અલગ ક્ષેત્રના 70 જેટલા કલાકારો ની પસંદગી કરવામાં આવી છે જેમા ગઢડાના હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાની પસંદગી કરવામાં આવતા તેમના ગામના લોકોમાં આનંદ જોવા મળ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા અને હાસ્ય કલાકાર તરીકે બહુજ મોટું નામ ધરાવતા સુખદેવ ધામેલીયાની ગૌરવ પુરસ્કાર એવોર્ડ માટે ગુજરાત રાજ્ય નાટક અકાદમી ગાંધીનગર દ્વારા પસંદગી કરાઈ છે.સુખદેવ ધામેલીયાના પિતા જાદવભાઈ ધામેલીયા જેઓ પણ જાદવભાઈ મોજડી ના નામથી જાણીતા કલાકાર હતા, જાદવભાઈ પોતે અભણ હોવા છતાં તેઓએ પોતે બનાવેલ શંકર ભગવાનની મોજડી નામનું વ્યાખ્યાન પોતાની ગામઠી ભાષામાં ગાતા જેનાથી શંકરની મોજડી જે લોકોએ બહુજ ગમતું અને જાદવભાઈ શંકરની મોજડી ગાયને તેઓએ જબરી પ્રસિધ્ધિ મેળવી હતી જેથી જાદવભાઈ મોજડી વાળા તરીકે ઉભરીઆવ્યા હતા ત્યારે તેના પુત્ર સુખદેવ ધામેલીયાને પોતાના પિતાનો મળેલ વારસો જીવંત રાખીને તેણે પણ હાસ્ય કલાકાર તરીકે ઉભરીઆવ્યા છે અને હાલમાં હાસ્યની દુનિયામાં સુખદેવ ધામેલીયાનુ પણ બહુજ જબરું નામ છે.
ગુજરાત રાજ્ય નાટક અકાદમી ગાંધીનગર દ્વારા 2021-22 માટે રાજ્યનાઅલગ અલગ ક્ષેત્રના 70 જેટલા કલાકારોની ગૌરવ પુરસ્કાર એવોર્ડ માટે પસંદગી કરાઈ છે જેમા લોક કલા ક્ષેત્રે બોટાદ જિલ્લાના ગઢડા શહેરનાં સુખદેવ ધામેલીયાની પસંદગી થતા બોટાદ જિલ્લાનું અને ગઢડા નું નામ રોશન કર્યું છે જેથી ગામલોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો-SURAT : નવરાત્રીમાં ખેલૈયાઓનું સ્મિત ચમકશે, સુરતવાસીઓ દાંત પર લગાવી રહ્યા છે ડાયમંડ