ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

BJP Office Inauguration: રાજકોટમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

BJP Office Inauguration: આગામી સમયમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને વિધાનસભા પેટા ચૂંટણી બંને યોજાવાની છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ જનસંપર્ક (Lok Sabha Election) ના વિવિધ માધ્યમોથી સંવાદ કરતા જોવા મળે છે. પ્રચાર (Lok Sabha Election) દરમિયાન લોકોની...
08:26 PM Apr 14, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
BJP Office Inauguration, Parshottam Rupala

BJP Office Inauguration: આગામી સમયમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને વિધાનસભા પેટા ચૂંટણી બંને યોજાવાની છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ જનસંપર્ક (Lok Sabha Election) ના વિવિધ માધ્યમોથી સંવાદ કરતા જોવા મળે છે. પ્રચાર (Lok Sabha Election) દરમિયાન લોકોની લાગણીઓનું માન રાખીને વિવિધ એજન્ડા દ્વારા મત મેળવવા માટે નાગરિકોને રિઝવવામાં આવે છે.

ત્યારે આજરોજ ચૂંટણી સમયે BJP ગઢ ગણાતું રાજકોટ શહેરમાં વિધાનસભાના બે મત વિસ્તારોમાં BJP કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં વિધાનસભા મત વિસ્તાર બેઠક 71 માં BJP મધ્યસ્થ કાર્યાલયન નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અને BJP રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ કર્યું હતું.

BJP Office Inauguration

કેન્દ્રીય મંત્રીએ કાર્યકારોની મતદાન અંગે અપીલ

તે ઉપરાંત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ જણાવ્યું હતું કે, આ વખતે તમામ નાગરિકોએ ગુજરાતમાં BJPને રેકોડ બ્રેક જીત અપાવવાની છે. ત્યારે દરેક લોકોએ મતદાન BJPની તરફેણમાં આવે, તેવી કામગીરી તરફ લાગી જવાનું છે. વિવિધ કાર્યક્રમો દ્વારા જનસંપર્ક કરીને BJPને મત મળે તે રીતે સંવાદ કરવો જોઈએ. તે ઉપરાંત તેમણે(Parshottam Rupala) કાર્યક્રમમાં સહયોગી બનેલી તમામા મહિલા મોરચા બહેનોને કાર્ય બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

મહિલા સશક્તિકરણમાં પીએમ મોદીની આગમી ભૂમિકા

BJP Office Inauguration

તેમણે (Parshottam Rupala) વધુમા કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. પીએમ મોદીના નેતૃત્વમાં મહિલાઓ રાજકારણમાં આગવી ઓળખ ધરાવતી બની છે. તે ઉપરાંત દેશની ડિફેન્સ સુરક્ષામાં મહિલાઓને ટોચનું સ્થાન મળ્યું છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરિયા, સાંસદ મોહન કુંડારિયા, શહેર પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર પ્રદીપ ડવ અને આહિર સમાજના અગ્રણી ધનસિયામ હેરભા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Parshottam Rupala News: વિરોધના વાદળો વચ્ચે કેન્દ્રીય મંત્રી રૂપાલા પૂરજોરથી પ્રચાર કરી રહ્યા

Tags :
BJPBJP CandidateBJP officeBJP Office InaugurationGujaratGujarat BJPGujaratFirstLok-Sabha-electionParshottam RupalaRAJKOT