Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના અગ્નિકાંડ પર MLA Tilala નો જવાબ, લે... હવે આમાં તો હવે હું શું કરી શકું!

Rajkot TRP Game Zone: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં ભીષણ આગ લાગી હતી. આ ઘટના ગુજરાતના દરેક લોકોના જીવ હચમચાવી દીધા છે. આ Game Zone ની અંદર અનેક માસૂમ ભુલકાંઓ રમી રહ્યા હતા. પરંતુ...
રાજકોટના અગ્નિકાંડ પર mla tilala નો જવાબ  લે    હવે આમાં તો હવે હું શું કરી શકું

Rajkot TRP Game Zone: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં ભીષણ આગ લાગી હતી. આ ઘટના ગુજરાતના દરેક લોકોના જીવ હચમચાવી દીધા છે. આ Game Zone ની અંદર અનેક માસૂમ ભુલકાંઓ રમી રહ્યા હતા. પરંતુ તે બાળકો આ વાતથી અજાણ હતા કે, આ રમત તેમની અંતિમ રમત સાબિત થશે.

Advertisement

  • રાજકોટના TRP Game Zone માં 25 લોકો સળગ્યા

  • MLA Tilala એ કરૂણ ઘટના પર હાસ્ય વ્યક્ત કર્યું

  • રાજ્ય સરકારે સહાયની રકમ જાહેર કરી

જોકે TRP Game Zone માં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત TRP Game Zone માંથી એક પછી એક લાશોના કોથળા ભરીને બચાવકર્મીઓ નીકળી રહ્યા છે. ત્યારે TRP Game Zone ની બહાર પરિવારોના આક્રંદથી કાલાવડ રોડ ગુંજી ઉઠ્યું છે. તો સિવિલ હોસ્પિટલની અંદર લાશનો ઠગલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ-4 માટે જવાબદાર, હવે સુરત-મોરબી-વડોદરા બાદ કયું શહેર?

Advertisement

MLA Tilala એ કરૂણ ઘટના પર હાસ્ય વ્યક્ત કર્યું

તો આ મામલે જ્યારે ભાજપ MLA Tilala (Rameshbhai Virjibhai Tilala) ને પૂછવામાં આવ્યું ત્યારે આ મામલની ગંભીરતા લેવાની બદલે ખી... ખી... અને ખાખા કરીને આ વાતના જવાબો આપ્યો અને કહ્યું કે, લે હવો આમા તો તું હવે શું કરી શકું. હતા. તો તેમને જ્યારે TRP Game Zone માલિકની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે પણ તેમણે આ સવાલને નજરઅંદાજ કરી દીધો હતો.

Advertisement

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન

રાજ્ય સરકારે સહાયની રકમ જાહેર કરી

જોકે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. તે ઉપરાંત PM Narendra Modi સહિત તમામ નેતા આ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy : ગેમઝોનના સંચાલકની અટકાયત

Tags :
Advertisement

.