Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : 'કમળ વોલ પેઈન્ટિંગ' અભિયાન આજથી શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે ગોતાથી કરી શરૂઆત

આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) જોવાવવાની છે. ત્યારે ગુજરાતમાં સત્તાધીશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયું છે. જે હેઠળ અમદાવાદમાં 'કમળ વોલ પેઈન્ટિંગ' (Kamal...
bjp    કમળ વોલ પેઈન્ટિંગ  અભિયાન આજથી શરૂ  cm ભૂપેન્દ્ર પટેલે ગોતાથી કરી શરૂઆત

આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) જોવાવવાની છે. ત્યારે ગુજરાતમાં સત્તાધીશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયું છે. જે હેઠળ અમદાવાદમાં 'કમળ વોલ પેઈન્ટિંગ' (Kamal Wall Painting) અભિયાનની શરુઆત કરાઈ છે. કમુરતા ઉતરતાની સાથે જ ભાજપ ચૂંટણી મોડમાં આવ્યો છે.

Advertisement

ગુજરાત ભાજપ (BJP) દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ભાજપે આ તૈયારી શરૂ કરી છે. આજથી પક્ષ દ્વારા ચૂંટણી અભિયાની શરૂઆત કરવામાં આવી છે. કમુરતા ઉતરતાની સાથે ભાજપ ચૂંટણી મોડમાં આવ્યો છે. આજથી પક્ષ દ્વારા અમદાવાદમાં 'કમળ વોલ પેઈન્ટિંગ' અભિયાનની શરુઆત કરાઈ છે. જે હેઠળ આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગોતા પાસેથી વોલ પેઈન્ટિંગ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Advertisement

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિયાનની શરૂઆત

જો કે, ગઈકાલે ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ( JP Nadda) 'કમળ વોલ પેઈન્ટિંગ' (Kamal Wall Painting) અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે આજે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અભિયાનની ગોતાથી રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. માહિતી મુજબ, ખાનગી માલિકીની મિલકતો પર આ પેઇન્ટિંગ કરવામાં આવશે. રાજ્ય સહિત દેશભરમાં આ અભિયાનને પાર્ટી દ્વારા પૂરજોશમાં ચલાવવામાં આવશે. આજે સીએમ સાથે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, મેયર પ્રતિભા જૈન સાથે પ્રભારી સહિતના તમામ લોકો હાજર રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Kinjal Dave : ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત વિવાદમાં કિંજલ દવેને મોટો ફટકો, કોર્ટે ફટકાર્યો આટલો દંડ

Tags :
Advertisement

.