Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhuj Radio: ભુજમાં 20 કિલોવોટની ક્ષમતાના FM Transmitter ની થઈ સ્થાપના

Bhuj Radio: આજે PM Narendra Modi દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 FM ની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજ આકાશવાણીના ૨૦ કિલો વોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના FM Transmitter નો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો. પ્રસારભારતી અને...
bhuj radio  ભુજમાં 20 કિલોવોટની ક્ષમતાના fm transmitter ની થઈ સ્થાપના

Bhuj Radio: આજે PM Narendra Modi દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 FM ની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજ આકાશવાણીના ૨૦ કિલો વોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના FM Transmitter નો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો.

Advertisement

  • પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમો સાંભળી શકશે
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને આ અંગે રજૂઆત કરી હતી
  • 20 કિલોવોટની ક્ષમતા સાથે FM Transmitter ની સ્થાપના

પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમો સાંભળી શકશે

Bhuj Radio

Bhuj Radio

ભુજ FM Transmitter ની 20 કિલોવોટની ક્ષમતા થઇ જતા ટાવરની 200 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના લોકો તેનો ટૂંક સમયમાં લાભ લઇ શકશે. આજના કાર્યક્રમમાં PM Narendra Modi એ કહ્યું હતું કે, FM Transmitter માં કિલોવોટની ક્ષમતા વધતા પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમોની લોકો મજા માણી શકશે.

Advertisement

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને આ અંગે રજૂઆત કરી હતી

Bhuj Radio

Bhuj Radio

આ પહેલા ભુજ આકાશવાણીના FM Transmitter માંથી 5 કિલોવોટની ક્ષમતા સાથે પ્રસારણ થતું હતું, પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમોનો વ્યાપ વધે તે માટે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને આ અંગે અંગત રજૂઆત કરી હતી. જેની ફળશ્રુતિ રૂપે 20 કિલોવોટની ક્ષમતા સાથે FM Transmitter કરવાની મંજૂરી પ્રદાન કરાઇ હતી.

Advertisement

20 કિલોવોટની ક્ષમતા સાથે FM Transmitter ની સ્થાપના

ત્યારે હવે, વિવિધ ભારતીના કાર્યક્રમોનું પ્રસારણ સ્પષ્ટ બનશે. આ ટાવરની 200 કિલોમીટરના એરિયલ ડિસ્ટન્સમાં આવતા લોકોને લાભ મળી રહેશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ સુધી પણ તેનો લાભ પહોંચી શકે છે. આ FM Transmitter થી વિવિધ ભારતીની 24 કલાક પ્રસારણ સેવા લોકો સાંભળી શકશે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Civil Hospital Donation: ફરી દાનવીર નરેન્દ્રભાઈ પટેલે લાખોનું દાન કર્યું સિવિલમાં

Tags :
Advertisement

.