Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

Bhavnath Mela : મહાશિવરાત્રીના તહેવારની આજે દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો (Bhavnath Mela) યોજાય છે. ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જોવા મળી છે. હર હર...
bhavnath mela   ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર
Advertisement

Bhavnath Mela : મહાશિવરાત્રીના તહેવારની આજે દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો (Bhavnath Mela) યોજાય છે. ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે. ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે.

Advertisement

Advertisement

Advertisement

ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ ઉમટી 

જૂનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધૂમધામથી થઇ રહી છે. ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જામી છે. ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે. ત્રણ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે. આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે. રવાડી બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે. મૃગી કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગીરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠી છે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડેપગે છે. ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે.

ભવનાથમાં અનેક ઉતારા અને અખાડામાં ભાંગ લઢવામાં આવી હતી.ભાવિકો પણ ભોળાનાથની કૃપા પામવા ભાંગનો પ્રસાદ લઇ શિવમય બની ગયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભાંગનો અનેરુ મહત્વ રહયુ છે દુધ, વરીયારી, કાજુ, બદામ, તીખા, ખાંડ નું મિશ્રણ કરી ભાંગ બનાવાય છે

આ  પણ  વાંચો - Mahashivratri History: જાણો… મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં અખાડા અને મૃગીકુંડનું ઈતિહાસ

આ  પણ  વાંચો - સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો

Tags :
Advertisement

Trending News

.

×