Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar : પાલીતાણા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ!

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાવનગરનાં પાલીતાણા (Palitana) પંથકમાં વિવિધ વિસ્તારમાં આજે રાતે અંદાજે 9:27 કલાકે ધરાં ધ્રૂજી છે. આ આંચકો 3.7 ની તીવ્રતાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે. પાલીતાણાનાં દુધાળા,...
bhavnagar   પાલીતાણા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો  લોકોમાં ભયનો માહોલ

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાવનગરનાં પાલીતાણા (Palitana) પંથકમાં વિવિધ વિસ્તારમાં આજે રાતે અંદાજે 9:27 કલાકે ધરાં ધ્રૂજી છે. આ આંચકો 3.7 ની તીવ્રતાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે. પાલીતાણાનાં દુધાળા, ઘેટી ચોંડા, નાનિમાળ (Nanimad) સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

પાલીતાણા પંથકમાં વિવિધ વિસ્તારમાં ધરાં ધ્રૂજી

ભાવનગરનાં પાલીતાણા પંથકમાં આજ રાતે અંદાજે 9.27 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભૂંકપની તીવ્રતા 3.7 હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, પાલીતાણા તાલુકાનાં દુધાળા (Dudhada), ઘેટી ચોંડા, નાનિમાળ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકો પોતાનાં મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

બે મહિલા પહેલા પણ આવ્યો હતો ભૂકંપ

જણાવી દઈએ કે, બે મહિના પહેલા 9 એપ્રિલનાં રોજ પણ ભાવનગરમાં (Bhavnagar) ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરનાં ભડી અને ઉખરલાની વચ્ચેની જગ્યાએ ભૂંકપનું એપી સેન્ટર હતું. આ ભૂંકપ (earthquake) પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આવ્યો હતો અને તેની તીવ્રતા પણ 3.2 મેગ્નિટ્યૂડ નોંધાઈ હતી. રાતનાં સમયે ધરાં ધ્રૂજી જતાં ઘોઘા તાલુકાના ભડી, મલેકવદર, કોબડી, ત્રંબક, ભંડારિયા, બાડી પડવા સહિતના ગામોમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : વીજ પોલ પર વાયર નાખવા મુદ્દે 3 લોકોએ શખ્સ પર કુહાડીથી હુમલો કર્યો, 3 સામે ફરિયાદ

Advertisement

આ પણ વાંચો - International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

આ પણ વાંચો - Idar : આબુરાજ પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતાં શ્રદ્ધાળુંઓને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત

Tags :
Advertisement

.