ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : મોટી દુર્ઘટના, લાખણકા પુલ પરથી થ્રેસર મશીન ખાબકતાં ત્રણનાં મોત

ભાવનગર (Bhavnagar) જિલ્લાના ધોધા તાલુકાના લાખણકા ગામમાં મોટો અકસ્માત સર્જાયો હતો. લાખણકા પુલ પરથી થ્રેસર મશીન (thresher machine) નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતની...
12:12 AM Mar 23, 2024 IST | Vipul Sen

ભાવનગર (Bhavnagar) જિલ્લાના ધોધા તાલુકાના લાખણકા ગામમાં મોટો અકસ્માત સર્જાયો હતો. લાખણકા પુલ પરથી થ્રેસર મશીન (thresher machine) નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતની માહિતી છે. માહિતી મુજબ, તમામ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ બનાવ અંગેની જાણ વરતેજ પોલીસને (Varatej Police) થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર (Bhavnagar) જિલ્લાના ધોધા (Dhoda) તાલુકામાં આવેલા લાખણકા (Lakhanka) ગામે એક મોટી દુર્ઘટના ઘટી છે. માહિતી મુજબ, લાખણકા પુલ પરથી એક થ્રેસર મશીન નીચે ખાબકયુ હોવાથી મોટા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. માહિતી મુજબ, આ અકસ્માતમાં થ્રેસર મશીનમાં સવાર ત્રણ લોકોના મોતની માહિતી છે અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ ઘટના અંગેની જાણ વરતેજ પોલીસને (Varatej Police) થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા તમામ મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરી પી.એમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.

સૌજન્ય : Google

મૃતક ત્રણેય શખ્સ પંજાબના ભટિંડાના રહેવાસી

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક ત્રણેય શખ્સ પંજાબના (Panjab) ભટિંડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની સાચી હકીકત હાલ સામે આવી નથી. પોલીસે આ દિશામાં તપાસ આદરી છે.

 

આ પણ વાંચો - Valsad : માત્ર રૂ. 600 માં બોગસ સરકારી દસ્તાવેજો બનાવતાં મસમોટા રેકેટનો પર્દાફાશ, 3 ઝડપાયા

આ પણ વાંચો - Morbi Honey Trap Case: મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા, Honey Trapના જાળમાં

આ પણ વાંચો - Bharuch Collector Office: ભરૂચમાં બૌડા વિભાગની કચેરીમાં મહિલા અરજદારે આપઘાતનો કર્યો પ્રયાસ

Tags :
BhavnagarDhoda talukaGujarat FirstGujrati NewsLakhanka villagepanjabSir T Hospitalthresher machineVaratej Police
Next Article