Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુંઓને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 7 યાત્રાળુંઓના મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા...
09:58 AM Aug 22, 2023 IST | Hiren Dave

ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુંઓને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 7 યાત્રાળુંઓના મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. 7 માંથી 6 મૃતકોના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે મોડી રાત્રે લાવ્યા બાદ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા અને સ્વજનો દ્વારા તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોતના વતન લાવી અંતિમ વિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. તળાજા તાલુકાના કઠવા ગામમાં રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

 

6 મૃતદેહો મોડી રાત્રે અમદાવાદ આવ્યા બાદ

ઉલ્લેખનીય છે કે, જે 6 મૃતકોને મોડી રાતે તમામ મૃતદેહોને દહેરાદૂન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા તેમને પોતાના વતન લઈ જવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે એરપોર્ટ પર પણ વાતાવરણ ગમગીન થઈ ચૂક્યું હતું. તમામ પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છે. આજે મહુવાના 2, તળાજાના 3 અને પાલિતાણાના 1 મૃતકની અંતિમ વિધિ વતનમાં જ કરવામાં આવશે. ભાવનગરના મીનાબેનના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરી દેવામાં આવ્યા છે.

 

એક મૃતકની અંતિમ વિધિ હરિદ્વારમાં કરાઇ
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકોના પાર્થિવદેહને પોતાનામાં વતનમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે મીનાબેન ઉપાધ્યાયના પરિવારજનોએ હરિદ્વારમાં જ અંતિમવિધિ કરવામાં આવી હતી.

ક્યારે બની ઘટના

20મીની મોડી રાતે ઉત્તરાખંડમાં મોટી ઘટના બની. જેમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો.. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા અને 19 મુસાફરોને બચાવી લેવાયા છે. આ બસમાં 35 લોકો સવાર હતા જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. રવિવાર ગુજરાતના લોકો માટે દુ:ખદ સમાચાર લઈને આવ્યો છે. જેમાં ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા છે જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં મૃતકોના નામની યાદી

 

ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો

નોંધનીય છે કે, ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.

આ  પણ  વાંચો-આર્થિક સંકડામણના કારણે KUSH PATEL એ કરી આત્મહત્યા, સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન

 

Tags :
6 dead bodiesBhavnagarBhavnagar NewsGangotri accidentGujaratGujarat FirstUttarakhand
Next Article