Bharuch RSS Social Program: ભરૂચ સેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઈ
Bharuch RSS Social Program: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6–7 એપ્રિલ 2024 ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી.
Bharuch RSS Social Program
આ પ્રસંગે મોહન ભાગવતે આહ્વાહન કર્યું કે, સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કામે લાગે.
સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરતપ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ
RSS Social Program
સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય, સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઈએ. આ પ્રસંગે સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કળા, સાહિત્ય, લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરતપ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ રહી અને પ્રતિભાગીઓએ પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર-મંતવ્યો રજૂ કર્યા.
સ્વયંસેવક સંઘના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય ભૈયાજી જોષીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપણે વાહક હોય, સમયાંતરે સમાજ જીવનમાં આવતા દોષોના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે અધ્યાત્મિક, શિક્ષા, કળા, ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપણી પરંપરા રહી છે.
RSS Social Program
સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે. મોહન ભાગવતે ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરમાં પૂજા અર્ચના અને નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
આ પણ વાંચો: BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ પણ વાંચો: VADODARA : દંપતિની મોર્નિંગ વોક તસ્કરોને ફળી