Bharuch Heart Attack Case: કલેક્ટર કચેરીમાં અચાનક એક સાથે 2 કર્મચારીઓના હ્રદય હુમલાથી થયા મોત
Bharuch Heart Attack Case: ભરૂચ (Bharuch) જિલ્લામાં કલેકટર કચેરી અને મામલતદાર કચેરીમાં ફરજ નિભાવતા 2 કર્મીઓના હ્રદય રોગના હુમલા (Heart Attack) થી મોત થતા કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
- હાર્ટ એટેકથી મોત નિપજવાનો સીલસીલો યથાવત
- ભરૂચ કલેક્ટર કચેરીમાં બે કર્મચારીઓને આવ્યો હ્રદય હુમલો
- પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું
ભરૂચ જિલ્લા (Bharuch) માં હાર્ટ એટેક (Heart Attack) થી મોત નિપજવાનો સીલસીલો યથાવત છે. ત્યારે ભરૂચ શહેરમાં આજ રોજ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં 41 વર્ષીય વિજય સુરેશભાઈ રાણા Computer Operator તરીકે ફરજ બજાવતા હતા.આજે તે રાબેતા સમય મુજબ પોતાના ફરજ પર આવ્યા હતા.
તબીબોએ વિજયને મૃત જાહેર કર્યો
ત્યારે બપોરના સમયે તેને ઘભરામણ થતા અચાનક ટેબલ પર ઢળી પડ્યો હતો. જેથી તેની સાથે કામગીરી કરતા સહકર્મીઓમાં દોડધામ મચી ગઇ હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની (Bharuch) ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો સહિત સહકર્મીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Bharuch Heart Attack Case
ભરૂચ કલેક્ટર કચેરીમાં કર્મચારીને આવ્યો હ્રદય હુમલો
જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેકટરની ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન કરતા યુવાન વિન્સેન્ટ જોનનું તેમના નિવાસસ્થાને આણંદ ખાતે અચાનક હ્રદયરોગનાં હુમલામાં તત્કાળ નિધન થયું હતું. ત્યારે 3 દીવસની સરકારી રજાઓ માણી આજે અચાનક તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયું છે.
અહેવાલ દિનેશ મકવાણા
આ પણ વાંચો: Chhotaudepur Rituals Fair: કવાંટના રૂમાડિયા ગામે 200 વર્ષ જૂના ગોળ ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉટ્યું