Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચર્ચમાં લોકોનો મેળાવડો

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ વર્ષનો અંતિમ માસને ખ્રિસ્તી બંધુઓનો પવિત્ર માસ માનવામાં આવે છે અને નાતાલ પર્વ સાથે ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. 25મી ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ભરૂચનાં વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓથી...
bharuch   ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચર્ચમાં લોકોનો મેળાવડો

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

વર્ષનો અંતિમ માસને ખ્રિસ્તી બંધુઓનો પવિત્ર માસ માનવામાં આવે છે અને નાતાલ પર્વ સાથે ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. 25મી ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ભરૂચનાં વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓથી ઊભરાય ઉઠ્યા હતા અને દિવસ દરમિયાન પણ ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ સાથે ચર્ચની બહાર ભગવાન ઇસુના જીવનચરિત્ર પર પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

વર્ષના અંતિમ માસ એટલે ડિસેમ્બર અને આ માસમાં ક્રિસમસ 25 ડિસેમ્બરે જ શા માટે ઊજવવામાં આવે છે? અને તેની શરૂઆત કેવી રીતે થઈ? તે અંગે ખ્રિસ્તી સમુદાયમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આવી જ એક માન્યતા અનુસાર, ઈ.સ. પૂર્વે 336માં રોમના રાજાએ 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આના થોડા સમય પછી, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ જુલિયસે સત્તાવાર રીતે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુનો જન્મદિવસ ઊજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે 25 ડિસેમ્બરે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. 24 અને 25 ડિસેમ્બરે ખ્રિસ્તી બંધુઓ ભરૂચના વિવિધ ચર્ચમાં ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાર્થના સભામાં જોડાયા હતા અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપાય તેવી પ્રાર્થના કરી હતી. ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ આરોગ્ય માતા ચર્ચ ખાતે રાત્રિએ 12ના ટકોરે મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવાલય પણ ખ્રિસ્તી બંધુઓથી ઊભરાય ઉઠતા ચર્ચની બહાર પણ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓનો મેળાવડો જામ્યો હતો અને પ્રાર્થના સભાનો લાભ લીધો હતો.

Advertisement

દેવાલાયોમાં ક્રિસમસની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ક્રિસમસના કેટલાક દિવસો પહેલા, ખ્રિસ્તી સમુદાયો દ્વારા કેરોલ્સ (ખાસ ગીતો) ગાવામાં આવે છે અને પ્રાર્થના પણ કહેવામાં આવે છે. દરેક ચર્ચમાં ભગવાન ઇસુના જન્મને લગતી ટેબ્લો સજાવવામાં આવી છે. 24-25 ડિસેમ્બરની રાત્રે, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને 25 ડિસેમ્બરના દિવસ દરમિયાન પણ પ્રાર્થના સભાઓ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. ભરૂચમાં વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ ભગવાન ઇસુના જન્મદિવસ સાથે વિશેષ પ્રાર્થનાઓ થકી આર્શીવાદ મેળવવાના પ્રયાસો કર્યો હતો.

કડકડતી ઠંડી વચ્ચે પણ ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના કરી

Advertisement

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે રાત્રીએ 12ના ટકોરે પણ ભગવાન ઇસુના જન્મદિવસ અને નાતાલ પર્વની ઉજવણી માટે તથા પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધોઓ ઉમટ્યા હતા. ચર્ચ ઉભરાય ઉઠતા કેટલાય લોકો શિયાળાની ઠંડી વચ્ચે ચર્ચની બહાર પણ ઉપસ્થિત રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો.

આ પણ વાંચો - Bharuch : દેવામાં ડૂબેલી નગરપાલિકા સ્વચ્છતાના નામે ‘શૂન્ય’! યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કચરાંપેટીઓ ખુદ કચરો બની

Tags :
Advertisement

.