Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch Ice Apple Farming: ભરૂચમાં ખેડૂતો કેરી નહીં પણ તાડફળીના ખેતી કરી થયા માલામાલ

Bharuch Ice Apple Farming: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં આવેલ 1 હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5 હજાર તાડ ફળી ઉતારી ખેડૂત (Farmers) સારી આવક મેળવી રહ્યા છે. તાડ (Ice Apple) ના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના...
bharuch ice apple farming  ભરૂચમાં ખેડૂતો કેરી નહીં પણ તાડફળીના ખેતી કરી થયા માલામાલ

Bharuch Ice Apple Farming: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં આવેલ 1 હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5 હજાર તાડ ફળી ઉતારી ખેડૂત (Farmers) સારી આવક મેળવી રહ્યા છે. તાડ (Ice Apple) ના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્ર (Maharashtra) ના કોંકણ, ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે. તો ઉનાળાના સમયે આવતી તાડફળી (Ice Apple) ની ખેતી (Farming) કરી ખેડૂતો (Framers)  સારી આવક મેળવી રહ્યા છે.

Advertisement

  • ભરૂચમાં કેરીને છોડી તાડફળી તરફ વળ્યા
  • એક દિવસમાં 5,000 થી વધુ તાડફળીનો ઉતારો
  • તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા

જુના દીવામાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા Framers વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઇ બાપદાદાની ખેતી કરી રહ્યા છે. Framers છેલ્લા 10 થી 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. જુના દીવા ગામમાં તાડ (Ice Apple) ના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે.

એક દિવસમાં 5,000 થી વધુ તાડફળીનો ઉતારો

Framers દિનેશભાઈ લક્ષ્મણભાઇ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં 5,000 થી વધુ તાડફળી ઉતારે છે. મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડ (Ice Apple) ના ઝાડ પરથી તાડફળી (Ice Apple) ઉતારવા માટે એક દિવસના મજુરને 1000 રૂપિયા આપવા પડે છે. તો તેને કટીંગ કરીને કાઢવા માટે તેના 500 રૂપિયા આપવા પડે છે. જો કે મજૂરી ખર્ચ કાઢતા Framers ને સારી આવક મળી રહે છે.

Advertisement

Bharuch Ice Apple Farming

આ પણ વાંચો: PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં

Advertisement

તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા

આ વર્ષે તાડફળી (Ice Apple) ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે તાડફળી (Ice Apple) નો માર્કેટ ભાવ 400 રૂપિયા મણનો હતો. જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે તાડફળી (Ice Apple) માંગમાં વધારો નોંધાયો છે.

તાડફળી (Ice Apple) નો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે. જો કે બજારમાં તાડફળી (Ice Apple) અલગ અલગ ભાવે વેચાય છે. દસ રૂપિયાની એક તાડફળી (Ice Apple) મળે છે, તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે. આ તાડફળી (Ice Apple) નું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે. તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે.

Bharuch Ice Apple Farming

આ પણ વાંચો: Amit Shah At Rajkot: રાજકોટની જનતાને રિઝવવા વિશાળ જનસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી

ઉનાળામાં તાડફળીનું સેવન ગુણકારી

તાડ (Ice Apple) ની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે. ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવા લાયક રહેતી નથી. તાડફળી (Ice Apple) નો સ્વાદ મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી થાય છે. ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી (Ice Apple) ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અહેવાલ દિનેશ મકવાણા

આ પણ વાંચો: Lok Sabha elections : ચૂંટણીને લઈ પંચ અને પોલીસે કરી આ ખાસ તૈયારી, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.