Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : રોડ અને બાંધકામ વિભાગના કર્મચારીનો દારૂના નશામાં હોબાળો

અહેવાલ  -દિનેશ મકવાણા - ભરૂચ   Bharuch : ગુજરાતમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના સંખ્યાબંધ કેસો વધી રહ્યા છે અને દારૂના નશામાં ગાડી હંકારી અકસ્માતો સર્જી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે દારૂના નશામાં ભરુચમાં ડ્રીંક એન્ડ ડ્રાયું સાથે ખાણીપીણીની લારી...
bharuch   રોડ અને બાંધકામ વિભાગના કર્મચારીનો દારૂના નશામાં હોબાળો

અહેવાલ  -દિનેશ મકવાણા - ભરૂચ

Advertisement

Bharuch : ગુજરાતમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના સંખ્યાબંધ કેસો વધી રહ્યા છે અને દારૂના નશામાં ગાડી હંકારી અકસ્માતો સર્જી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે દારૂના નશામાં ભરુચમાં ડ્રીંક એન્ડ ડ્રાયું સાથે ખાણીપીણીની લારી ઉપર કર્મચારી હોવાનો રોફ જાડનાર આરએન્ડબી વિભાગના કર્મચારી નશેબાજને પોલીસના હવાલે કરતા પોલીસે નસેબાજની શાન ઠેકાણે લાવી તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

Advertisement

ભરૂચના (Bharuch )શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારી ઉપર આરએન્ડબી વિભાગનો કર્મચારી હોવાનો રોફ જાડવા સાથે દારૂના નશામાં ચકચૂર બનેલો અને મારુતિ સુઝુકી વેગેનાર ગાડી નંબર GJ 16 CN 0387 માં આવેલો પોતે સરકારી કર્મચારી હોય અને કાલે આ બધી લારીનું દબાણ દૂર કરવાનું છે તેમ તેના ઉપરા અધિકારીને ફોન કરી રોફ જાડી રહ્યો હોય જેના પગલે લારી ધારક ગભરાઈ ગયા હોય અને ધમકી આપનાર દારૂના નશામાં હોય અને ઉભું રહેવાનું પણ નસેબાજને ભાન ન હોય જેના કારણે લારી ધારકે તાબડતોબ એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી અને એ ડિવિઝન પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી દારૂના નશામાં ચકચૂર બનેલા આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જયેન્દ્ર અરવિંદભાઈ વસાવા પોલીસને જોઈ દારૂના નશામાં પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરતા તે દારૂના નશામાં ભાન ભૂલ્યો હોય જેના કારણે પોલીસે તેની અટકાયત કરી તેને એ ડિવીઝન પોલીસ મથકમાં લઈ જય ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

Advertisement

ડ્રીંક એન્ડ ડ્રાયુંમાં કોઈપણ અધિકારી કે કર્મચારી હોય ચબરબંધીને છોડી નહીં દેવાય : એ ડિવિઝન પી.આઈ ગડરીયા
ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ વધી રહ્યા છે અને કોઈપણ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હશે તો તેની સામે સખતમાં સખત પગલાં લેવાશે હાલમાં જ એક સરકારી કર્મચારી દારૂના નશામાં ગાડી ચલાવતો હોય જે અંગેની ફરિયાદ મળતા પોલીસે તેની શક્તિનાથ નજીકથી ધરપકડ કરી તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કોઈપણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ હોય દારૂના નશામાં ડ્રાઇવિંગ કરશે તો સખતમાં સખત પગલાં લેવાશે તેમ એ ડિવીઝનના પી.આઈ ગડરીયાએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું

આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરએ લારી ધારકને દબડાવવા ઉપરી અધિકારીને કર્યો હતો ફોન.

દારૂના નશામાં ચકચૂર બનીને ગાડીમાં આવેલા એક સરકારી કર્મચારીએ લારી ઉપર દારૂના નશામાં લારી ધારક મહિલા સાથે અભદ્ર વર્તન કરવા સાથે પોતે સરકારી કર્મચારી હોય અને આ તમામ દબાણો દૂર કરવાના છે તેવી ધમકી આપી પોતાના ઉપરી અધિકારીને ફોન કરી પોતે દારૂના નશામાં હોવા છતાં સરકારી કર્મચારી હોવાનો રોપ જાળી ભારે હોબાળો બતાવતા આખરે લારી ધારકે પોલીસને ફોન કરતા પોલીસે ગણતરીના સમયમાં જ દોડી આવી નસેબાજ સરકારી કર્મચારીની ધરપકર કરી હતી

કર્મચારીએ ઓન ડ્યુટી ગુનો કર્યો નથી :અનિલ વસાવા

આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દારૂના નશામાં હંગામો મચાવ્યો હોય તે બાબતે જેતે સરકારી કર્મચારી ન ઉપરી અધિકારી માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ ઓફિસર અનિલ વસાવા એ કહ્યું હતું કે કર્મચારીએ ઓન ડ્યુટી દરમિયાન ગુનો કર્યો નથી અને તેની સામે ગુનો દાખલ થયો છે તે બાબતે પોલીસ તરફથી અમને રિપોર્ટ મળશે તો ઉપરી અધિકારીને આ બાબતે રિપોર્ટ કરી શિક્ષાત્મક પગલાં ભરવા કાર્યવાહી કરીશું તેમ અનિલ વસાવે કહ્યું હતું

આ  પણ વાંચો- VADODARA : માથાભારેએ પોલીસને કહ્યું, “પીસીઆર પર પથ્થર ફેંકી આગળ જવા નહિ દઇએ”

આ  પણ વાંચો- Vejalpur firing incident : બે મિત્રો હથિયાર વડે મસ્તી કરતાં અચાનક થયું ફાયરિંગ, એકનું મોત

આ  પણ વાંચો- Rajkot : અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું, એકની અટકાયત

Tags :
Advertisement

.