Bharuch: ડમ્પિંગ સાઈટ વિનાની ભરૂચ નગરપાલિકા ફરી વિવાદમાં
Bharuch : ભરુચ નગર પાલિકાએ (Municipality)શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું અને ત્રણ વર્ષથી ગેર કાયદેસર ડમ્પિંગ સાઈટ (Dumping site)ચાલી રહી છે.પરંતુ આ ડમ્પિંગ સાઈટ ઉપર મરેલા પશુઓના નિકાલ સાથે ધન કચરાને સળગાવી ધુમાડો કરવામાં આવતા ઉનાળાના તાપમાનની ગરમી સાથે ધુમાડાની ગરમી અને દુર્ગધથી ગ્રામજનો રોગચાળામાં સપડાયા હોવાના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા હતા.
ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટમાં ઘન કચરાને સળગા દેવાયો
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કંથારીયા ગામની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલી રહી છે અને આ વાતથી જીપીસીબી પણ અજાણ નથી.પરંતુ અધિકારીઓની લાપરવાહી થી ગ્રામજનો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટમાં ઘન કચરાને સળગાવવામાં આવે છે સાથે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે.આવું વાતાવરણ નાગરિકો માટે નર્કાગાર સ્થિતિ સર્જી રહ્યું છે.નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઈડ બંધ કરી દેવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા ના સત્તાધારીઓએ તારીખો પર તારીખો અને મહિનાઓ વિતાવતા પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ ન બંધ કરાતા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી.
ડમ્પિંગ સાઈટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા
જોકે ચાર મહિના ડમ્પિંગ સાઈટ ચાલુ રાખવા સંમત થયા હતા પરંતુ ચાર ના આઠ મહિના થવા છતાં નગરપાલિકાને હજુ ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ન મળતી હોય અને ગેરકાયદેસર માનવ વસ્તી ધરાવતા ગામમાં એક ખેડૂતની જમીન ઉપર ગેર કાયદેસર ડમ્પિંગના ઘન કચરાને સળગાવી હવામાં વાયુ પ્રદુષણ કરવા સાથે ઘન કચરા સાથે મરેલા પશુઓના નિકાલ કરવામાં આવતા મોડી રાત સુધી અત્યંત તીવ્ર દુર્ગંધ થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેના પગલે ફરી એક વાર ગ્રામજનો ડમ્પિંગ સાઈટ કાયમ માટે બંધ કરવા મેદાનમાં ઉતર્યા છે અને હવે નો તારીખ,નો મુદ્દત ના સંકલ્પ સાથે ડમ્પિંગ સાઈટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે.
ચોમાસાની સીઝનમાં ડમ્પિંગ સાઈટમાં ગંદા પાણી ખેડૂતોની ખેતીમાં જવાના કારણે નુકશાન સાથે રોગચાળાની ભીતિ
ઉનાળાની સીઝન પૂર્ણ થવાને આડે છે અને ચોમાસાની સીઝન ની તૈયારી છે.ત્યારે નગરપાલિકાએ ઉભી કરેલી ખેડૂતની જમીન ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટમાં ઘન કચરાના કારણે વરસાદી પાણીથી દુર્ગંધ સાથે ગ્રામજનોને ઘરમાં જ પુરાઈ રહેવું છે અને ડમ્પિંગ સાઈટ માંથી વરસાદી પાણી સાથે દુર્ગંધ વાળા પાણી આજુબાજુ ના ખેડૂતોની જમીનમાં પહોંચતા ખેડૂતોને પણ નુકશાન સાથે ખેતી નિષ્ફળ રહેતી હોવાના કારણે ડમ્પિંગ સાઈટ બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે.
આદિવાસી વિસ્તારમાં 100 પરિવારો તો રોગચાળામાં સપડાયા
ગ્રામજનો ફરી એકવાર ડમ્પિંગ સાઈટ માટે મેદાનમાં ઉતર્યા છે અને આદિવાસી વિસ્તારો તરફ ડમ્પિંગ સાઈટ ના કચરાને લગાવવામાં આવતી આગ ના ધુમાડાથી ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને રોગચાળા સપડાય ચુક્યા છે.જેના પગલે ઘણા લોકોને ગ્રામજનો દવાખાના સુધી લઈ પણ ગયા છે.પરંતુ ભરૂચ નગરપાલિકાએ ગ્રામજનોને બીમારીમાં ધકેલી દેવા માટે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ગ્રામજનો ફરી એકવાર અધિકારીઓની આજીજીમાં ધુંટણીએ પડશે?
કંથારીયા ગામની ખેડૂતની જગ્યામાં નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી વિરોધ કરી રહ્યા છે અને જયારે વિરોધ કરવા મેદાનમાં ઉતરે ત્યારે અધિકારીઓ આજીજી કરી ગ્રામજનોને પતાવી,ફોસલાવી લેતા હોય છે અને ત્રણ મહિના ચાલવો,છ મહિના સાઈટ ચાલવા દો જેવી વાતો કરી ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચલાવી રહ્યા છે અને આઠ મહિના પહેલાઓ નગરપાલિકાએ લેખિતમાં ત્રણ મહિના માટે ડમ્પિંગ સાઈટ ચલાવવા માટે ગ્રજમનોને લેખિતમાં કહ્યું હતું.પરંતુ ત્રણ મહિના આજે આઠ મહિના થવા છતાં ગ્રામજનો ફરી એક વાર મેદાનમાં ઉતર્યા છે.જોવું એ રહ્યું કે ગ્રામજનોનું સુરસુરિયું થાય છે કે અધિકારીઓ ફરી એકવાર ડબરાવી લોલી પોપ આપે છે.
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ
આ પણ વાંચો - Chotaudepur: આધારકાર્ડની કામગીરી ઠપ્પ થાત અરજદારો મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો - Gir Somnath : મોટા સમઢીયાળા ગુરુકુળ વિવાદ મામલે વાલી, સરપંચનું નિવેદન લેવાયું, સ્વામી જનાર્દન ગાયબ!
આ પણ વાંચો - Dabhoi : કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ