BHARUCH : ATM મશીનની ઉઠાંતરી કરનાર ગેંગને પર્દાફાશ
BHARUCH : ફેબ્રુઆરી માસમાં ભરૂચ (BHARUCH) ના જોલવા ગામે એટીએમ મશીન (ATM MACHINE) તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ વાગરા તાલુકામાં આખેઆખુ એટીએમ મશીન કારમાં ઉઠાવી જઇ પીસાદ ગામની સીમમાં તોડી રૂ. 7.50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસે ઘટનાના 20 દિવસમાં કૃત્યને અંજામ આપનાર ગેંગના સભ્યોને દબોચી લીધા છે. જેમાં ઉંડી તપાસ કરતા આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થવા પામ્યો છે.
પીસાદ ગામની સીમા એટીએમ મશીનને તોડ્યુ
20 ફેબ્રુઆરીની રાત્રીએ ભરૂચ જિલ્લા (BHARUCH DISTRICT) ના જોલવા ગામે તસ્કરોએ એક એટીએમને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જે બાદ આ જ ટોળકીએ વાગરા તાલુકાના એક એટીએમને તોડવામાં સફળતા મળી ગઈ હતી. આખેઆખું એટીએમ મશીન તસ્કરોએ પોતાની કારમાં લઈ જઈ પીસાદ ગામની સીમા એટીએમ મશીનને તોડી તેમાં રોકડ રૂપિયા 7.50 લાખની મત્તા લઇ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.
અગાઉ આરોપીએ ફાઇનાન્સ કંપનીમાં લૂંટને અંજામ આપ્યો હતો
ભરૂચ એલસીબી, એસઓજી સ્થાનિક પોલીસ સહિત વિવિધ પોલીસની ટીમ ટોળકીને શોધવા માટે આસપાસના તમામ સીસીટીવી તપાસવા સાથે ટેકનિકલ સર્વેન્સની મદદથી સફળતા મળી હતી અને ઝડપાયેલા સાબીર ઉર્ફે મુન્નો (મૂળ ઓલપાડ) ની પુછપરછ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે. અગાઉ 2020 માં તેણે અંકલેશ્વરની એક ફાઇનાન્સ કંપનીમાં લૂંટને અંજામ આપ્યો હતો. અને તે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સક્રિય હતો. તેની સાથે એટીએમ મશીનની લૂંટમાં નદીમ,ઈરફાન, શ્યામલાલ,આમિર પણ સંડોવાયેલા હોવાનું જણાવતા તમામને દબોચી લેવામાં આવ્યા છે.
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવી
પોલીસે સમગ્ર એટીએમ મશીનની ઉઠાંતરી અને લૂંટના ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની 2 ફોરવીલ ગાડી, લૂંટમાં ગયેલી રકમ, તથા મોબાઈલ સહિતો મુદ્દામાં જપ્ત કરી આરોપીઓએ અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તેની માહિતી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે
એટીએમ મશીનની ઉઠાંતરીમાં ઝડપાયેલા આરોપીઓ
(1) સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીન ખાન (રહે. ઓલપાડ સુરત)
(2) નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન (રહે. નેશનલ એપાર્ટમેન્ટ પીરામણ અંકલેશ્વર)
(3);ઈરફાન ઉર્ફે રોનક બાબાસાહેબ ડાયમા (રહે જીન્નત બંગ્લોઝ જંબુસર બાયપાસ રોડ ભરૂચ)
(4) શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા (રહે. રાજસ્થાન)
(5) આમિર ઉર્ફે સાબીર નથુ ખાન મનસુરી (રહે મધ્ય પ્રદેશ)
ગુનામાં નીચે મુજબના આરોપીઓ વોન્ટેડ
(1) ઇમરાન ઉર્ફે ઈમા ઉર્ફે તંતૂર સમસુદ્દીન ખાન (રહે. હરિયાણા)
(2) રણવીર ઉર્ફે રાણા રતિરામ (રહે. હરિયાણા)
(3) નિયામત ઉર્ફે ઘોડા ખાન મોહમ્મદ (રહે. હરિયાણા)
(4) સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદ સિંહ રાજપુત (રહે. મહારાષ્ટ્ર)
(5) દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સુર્યા
(6) કાલુભાઈ
(7) છોટુભાઈ
આરોપીઓના ગુનાહિત ભૂતકાળ
ઈરફાન ઉર્ફે રોનક બાબાસાહેબ દાયમા સામે વિવિધ પોલીસ મથકમાં છેતરપિંડી, ચોરી, લૂંટ, પ્રોહિબીશનના 10 ગુના નોંધાયેલા છે. સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીન ખાન સામે અલગ-અલગ પોલીસ મથકમાં લૂંટ અને ફાયરિંગના ત્રણ ગુના નોંધાયા છે. આમિર સાબીર નથુખાન મનસુરી સામે અલગ-અલગ ત્રણ પોલીસ મથકમાં લૂંટ, પ્રોહિબીશન અને છેતરપિંડીના ગુના નોંધાયા છે. નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન સામે અપહરણ અને પોક્સો અંતર્ગત ગુનો દાખલ થયો છે
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો --VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી