Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BHARAT RATNA : L.K અડવાણીને ‘ભારત રત્ન’, CR પાટીલ સહિત આ નેતાઓએ આપી પ્રતિક્રિયા

BHARAT RATNA : ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાપક ચહેરાઓમાંના એક અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ (Bharat Ratna)આપીને સન્માનિત કરવામાં આવશે.ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલે x પર પોસ્ટ કરીને કહ્યું કે,આ આપણા બધા માટે ખૂબ...
01:54 PM Feb 03, 2024 IST | Hiren Dave
C.r patil

BHARAT RATNA : ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાપક ચહેરાઓમાંના એક અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ (Bharat Ratna)આપીને સન્માનિત કરવામાં આવશે.ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલે x પર પોસ્ટ કરીને કહ્યું કે,આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે.રાષ્ટ્રવાદના મૂળ વિચારને હંમેશા અનુસરનારા અડવાણીજીએ ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.ભારત રત્ન આવોર્ડ એમને મળવા પાત્ર છે. પ્રધાનમંત્રી મોદીજીએ એમને આ આવોર્ડ આપીને સન્માનિત કર્યા છે

 

ત્યારે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે.તેમણે જણવ્યું કે,મેં અડવાણીજીની સાથે કામ કર્યું છે જ્યારે સાથે કામ કરનારા નેતાઓને ભારત રત્ન મળે છે એ મારા માટે ખુશીની વાત છે. અડવાણીજી ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં પાયાના મનુષ્ય રહ્યા છે.અડવાણીજી શાંત સ્વભાવના અને ખૂબ નોલેજ ધારાવાતા વ્યક્તિ છે અને આજે જ્યારે એમને એવોર્ડ મળ્યો છે ત્યારે ખૂબ ગર્વની વાત છે.

 

ગડકરીએ PM મોદીને કહ્યું- આભાર

અડવાણીને ભારત રત્ન એનાયત થવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશના વરિષ્ઠ નેતા અને અમારા માર્ગદર્શક આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવાની જાહેરાત ખૂબ જ આનંદદાયક છે.આઝાદી પછી દેશના પૂન:ર્નિર્માણમાં અડવાણીજીએ મહત્વની ભૂમિકા ભજવી છે.અડવાણીજી રાજકારણમાં શુદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.અડવાણીજીને 'ભારત રત્ન'જાહેર કરવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું અને અડવાણીજીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

 

.હું ભાગ્યશાળી છું કે મને તેમની પાસેથી શીખવાની તક મળી’

પીએમએ (PM Modi) વધુમાં કહ્યું કે, ‘જાહેર જીવનમાં અડવાણીની (LK Advani) દાયકાઓ સુધીની સેવા પારદર્શિતા અને પ્રામાણિકતા પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા દ્વારા ચિહ્નિત થાય છે, જેણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે અનન્ય પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેમને મારું સૌભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.

 

આ પણ વાંચો - Bharat Ratna : રાજકારણમાં શુદ્ધતાનું જીવંત ઉદાહરણ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
Bharat RatnaBJPBJP RSSC.R.PatilGujarat FirstLal Krishna Advanilk advaniNitin Gadkaripm modiVijaybhai Rupani
Next Article