Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah in Gujarat : ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો, જાણો ક્યાં અને ક્યારે યોજાશે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની (Amit Shah in Gujarat) મુલાકાતે છે. ગાંધીનગર લોકસભા બેઠક (Gandhinagar Lok Sabha seat) પરથી બીજેપી (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે (Amit Shah in Gujarat) આજે ગુરુકુળ રોડ પર સુભાષ...
amit shah in gujarat   ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો  જાણો ક્યાં અને ક્યારે યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની (Amit Shah in Gujarat) મુલાકાતે છે. ગાંધીનગર લોકસભા બેઠક (Gandhinagar Lok Sabha seat) પરથી બીજેપી (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે (Amit Shah in Gujarat) આજે ગુરુકુળ રોડ પર સુભાષ ચોક હનુમાન મંદિરમાં (Hanuman temple) દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા હતા. અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ કરશે. આ સાથે અમદાવાદમાં (Ahmedabad) અમિત શાહનો રોડ શો પણ યોજાશે.

Advertisement

ગુજરાત (Gujarat) પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો (Amit Shah road show) પણ કરવાના છે. આ રોડ શો ઉમેદવારી પત્ર ભરવાનાં આગલા દિવસે કરશે. માહિતી મુજબ, ઘાટલોડિયાથી (Ghatlodia) શરૂ કરીને ગાંધીનગરના ઉત્તર સુધી આ રોડ શો યોજાશે. આ રોડ શોમાં તમામ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાશે. સવારે 11:00 થી આ રોડ શો યોજાશે.

Advertisement

ચૂંટણી પ્રચાર માટે શાહના 'શ્રી ગણેશ'

ગુજરાત આવ્યા પછી સૌપ્રથમ ગુરુકુળ રોડ પરનાં સુભાષ ચોક (Subhash Chowk) હનુમાન મંદિરમાં દર્શન કરીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા છે. અહીં તેમણે લોકોને સંબોધિત કરતા ચૂંટણી પ્રચારનો હુંકાર ભર્યો હતો અને કહ્યું હતું કે, 29 વર્ષ પહેલા આ જ હનુમાન મંદિરના (Hanuman temple) દર્શન કરીને મેં ધારાસભ્ય ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આજે પણ હનુમાનજીના આશીર્વાદ લઈને પ્રચાર શરૂ કરી રહ્યો છું. કાર્યકર્તાઓના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું. તેમણે આગળ કહ્યું કે, આઝાદી પછી દેશને વધુ સુરક્ષિત કરવાનું કોઈ કામ કર્યું હોય તો તે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi). આતંકવાદ, નક્સલવાદ, ઘૂસપેઠ તમામ પર અંકુશ લગાવવામાં આવ્યો છે.

Advertisement

BJP નો પ્રચાર એ રાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર બને

તેમણે આગળ કહ્યું કે, બધા કહેતા હતા કે કાશ્મીરમાંથી 370 કલમ કેવી રીતે હટશે. પરંતું જોત જોતામાં 5 ઓગસ્ટ, 2019 ના રોજ 370 કલમ હટાવી દેવામાં આવી. હું દેશભરમાં ફરું છું. માત્ર અહીંયા જ નહીં પરંતુ આખા દેશમાં મોદી મોદી થઈ રહ્યું છે. સમગ્ર દેશ આ વખતે 'અબકી બાર 400 પાર'ના નારાથી ગૂંજી રહ્યો છે. તેમણે નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, આપણે દરેક નાગરિક સાથે વિનમ્રતાથી વાત કરીને વિનંતી કરવાનો ધર્મ છે. બીજેપીના (BJP) કાર્યકર્તાનો ચૂંટણી પ્રચાર માત્ર પાર્ટીનો નહીં પણ રાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર હોવો જોઈએ. એ ભારતનો પ્રચાર બને, ભારતને મહાન બનાવવાની પ્રક્રિયાનો પ્રચાર બને.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અહીંથી કરશે પ્રચારના ‘શ્રી ગણેશ’

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, ચૂંટણી પ્રચારના કર્યાં ‘શ્રી ગણેશ’

આ પણ વાંચો - Parshottam Rupala : રાજકોટમાં કેન્દ્રીય મંત્રીનો અનોખો અંદાજ, MLA કાંતિ અમૃતિયા, કાર્યકરોએ કર્યા ગરબા, જુઓ Video

Tags :
Advertisement

.